ટોપ ન્યૂઝસુરત

PM મોદીએ યુદ્ધ જહાજ INS સુરત, નીલગિરી અને વાઘશીર દેશને કર્યા સમર્પિત, જાણો તેની તાકાત

મુંબઈઃ વડાપ્રધાન મોદીએ આજે દેશને મોટી ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીએ મુંબઈના નૌસેના ડોકયાર્ડમાં એડવાન્સ યુદ્ધ જહાજ INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું, ત્રણ યુદ્ધ જહાજ સામેલ થવાથી રક્ષા ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વકર્તા બનવાની ભારતની કોશિશોને મજબૂતી મળશે. તેમજ આત્મનિર્ભરતાની દિશામાં પ્રયાસ વધશે. પીએમ મોદીએ કહ્યું, ત્રણેય સેનાએ આત્મનિર્ભરતાનો મંત્ર અપનાવ્યો છે.

ભારત વિસ્તારવાદ નહીં, વિકાસભાવના સાથે આગળ વધે છે. આજે ભારત સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં એક ભરોસાપાત્ર અને જવાબદાર સાથી તરીકે ઓળખાઈ રહ્યું છે.આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક ખૂબ મોટો દિવસઃ પીએમ મોદીઆ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત પર સમગ્ર વિશ્વનો ભરોસો વધી રહ્યો છે. અમે સમગ્ર વિશ્વને પરિવાર માનીએ છીએ. આજનું ભારત દુનિયામાં એક અગ્રણી દરિયાઈ શક્તિના રૂપમાં ઉભરી રહ્યું છે.

આજનો દિવસ ભારતનો દરિયાઈ વારસો, નૌસેનાના ગૌરવશાળી ઈતિહાસ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક ખૂબ મોટો દિવસ છે. છત્રપતિ શિવાજી મહારાજની પવિત્ર ભૂમિ પર 21મી સદીમાં નૌસેનાને મજબૂત કરવાની દિશામાં મોટું પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.

આઈએનએસ સુરતપી15બી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પરિયોજનાના ચોથા અને અંતિમ યુદ્ધ જહાજ આઇએનએસ સુરત વિશ્વના સૌથી મોટા યુદ્ધ જહાજ પૈકીનું એક છે. તેમાં 75 ટકા સ્વદેશી સામગ્રી છે અને તે અત્યાધુનિક હથિયાર સેંસર પેકેજ તથા શાનદાર નેટવર્ક કેન્દ્રિત ક્ષમતાઓથી સજ્જ છે.

આઈએનએસ નીલગિરીપી17 સ્ટીલ્થ ફ્રિગેટ પરિયાજનાનું પ્રથમ યુદ્ધ જહાજ નીલગિરી, ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યૂરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની વધતી ક્ષમતા, સમુદ્રમાં લાંબા સમય સુધી રહેવાની વિશેષતા અને એડવાન્સ ટેકનોલોજીના કારણે નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે. આઈએનએસ વાઘશીરપી75 સ્કૉર્પીન યોજનાની છઠ્ઠી અને અંતિમ સબમરિન આઈએનએસ વાઘશીર, સબમરિન નિર્માણમાં ભારતની વધતી વિશેષતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું નિર્માણ ફ્રાંસની નૌસેના ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button