નેશનલ

કેબ ડ્રાયવર મોડો આવ્યો ને મહિલા તેના પર થૂંકીઃ ઈન્ટરનેટ પર વાયરલ વીડિયોએ ફરી આપણી માનસિકતા…

સમાજની અંદર અમુક વ્યવસાયને આજે પણ નીચા ગણવામાં આવે છે અથવા તેનું મૂલ્ય ઓછું આંકવામાં અવે છે. આજના સમાજમાં પણ આ માનસિકતા રહેલી છે. ઘણી વખત આપણે જોયું છે કે અમુક નિશ્ચિત કાર્ય સાથે સંકળાયેલા લોકોની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન થતું હોય છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સાત મિનિટ મોડી પહોંચવા બદલ કેબ ડ્રાઇવરને અપશબ્દો બોલી રહી છે.

સોશિયલ મિડીયા પર વિડીયો વાયરલ
હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સાત મિનિટ મોડા પહોંચવા બદલ કેબ ડ્રાઇવરને અપશબ્દો બોલી રહી છે. મહિલાના ગેરવર્તનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આથી જ ઘણા લોકોએ બધી રાઇડ-શેરિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. એક મહિલા ડ્રાઈવર સાથે તોછડી રીતે વાત કરી રહી હોવા છતા ડ્રાઇવરે છેક સુધી સંયમ જાળવી રાખ્યો હતો. આથી લોકો કેબ ડ્રાઇવરના વખાણ કરી રહ્યા છે.

ડ્રાઈવર 7 મિનિટ મોડો પહોંચ્યો વાયરલ થઈ રહેલા વિડીઓના આધારે આ કેબ ડ્રાઈવર 7 મિનિટ જેટલો મોડો પહોંચ્યો હતો. આથી કેબ બુક કરાવનારી મહિલાને મોડું થવાથી રોષે ભરાય ગઈ હતી. પરંતુ તેના રોષમાં તે પોતાનો વિવેક ખોઈ બેસેને ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર કર્યો, તેને ધમકી આપી અને તેના પર થૂંકી પણ ખરી. આમ છતા ટેક્સી ડ્રાઈવરે શાંત રહ્યો. જો કે ડ્રાઇવરે આખી ઘટનાને રેકોર્ડ કરી હતી. મહિલા ડ્રાઈવરની સામે ચીસો પાડીને બોલી રહી હતી, ડ્રાઈવરને વારંવાર પોતાના વ્યવસાયને લઈને અપમાનિત કરતાં શબ્દો બોલી રહી હોવાનું વિડીયોમાં જોવા મળી રહ્યું છે.

મને મળશે કઈ વળતર? વીડિયોમાં મહિલા બોલી રહી છે કે તેણીએ 11 વાગ્યાનું બુકિંગ કરાવ્યું હતું પણ કેબ ચાલક મોડો પડ્યો. વધુમાં તેણીએ કહ્યું કે પેસેન્જર તરીકે મોડા પહોંચવા બદલ તમે લોકો ચાર્જ વસૂલ કરો છો, તો તમે લોકો મોડા આવો તેનું શું? ડ્રાઈવરના લીધે મોડું થાય તો તેના માટે કોઈ વળતર આપવામાં આવશે નહીં. ખૂબ જ લાંબી દલીલો બાદ અંતે કેબમાંથી બહાર નીકળી જાય છે.

યુઝર્સ શું કરી રહ્યા છે કમેન્ટ? પોસ્ટમાં જુદા જુદા યુઝર્સે કમેન્ટ કરીને મહિલાના વર્તનની ટીકા કરી છે. એક યુઝર્સે લખ્યું કે “તે કેમ બૂમો પાડી રહી છે,” તો બીજા યુઝર્સે કહ્યું કે, “જો તે મોડો આવતો હોત તો તે રદ કરી શકતી હતી, પણ બેસ્યા પછી આવું કેમ કરે છે? જ્યારે ત્રીજા યુઝર્સે કહ્યું ડ્રાઇવરનું અપમાન કરનારી તે કોણ છે?”. જો કે એક યુઝર્સે તો કહી દીધું કે “બધી કેબ સેવાઓ દ્વારા સક્રિયપણે પ્રતિબંધ મૂકવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button