આપણું ગુજરાત

ઉત્તરાયણનું પર્વ બન્યું જીવલેણ; રાજ્યમાં 6 લોકોના મૃત્યુ

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ હતી. જોકે રાજ્યમાં સર્જાયેલી વિવિધ ઘટનાઓમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પતંગની દોરી વાગવાથી પાંચ લોકોના ગળા કપાયા હતા. જ્યારે અનેક લોકો ગળા અને માથાના ભાગે ધારદાર દોરીનો લસરકો પડતા ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. મકરસંક્રાંતીના દિવસે વહેલી સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઈમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યમાં 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યા હતા.

પતંગની દોરીના કારણે બાઈક ચાલકનું મૃત્યુ મળતી વિગતો અનુસાર રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો બનાવ સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું પણ પતંગની દોરીના કારણે મોત નિપજ્યું હતું.

Also read: ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ

હાલોલના 5 વર્ષીય બાળકનું મૃત્યુ ત્રીજો બનાવ હાલોલના રાહતલાવ ગામના 5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મૃત્યુ થયું હતું. પરેશભાઈ તેમના પુત્ર કુણાલને ટુ વ્હીલર પર બેસાડીને પનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની આગળ પતંગની દોરી આવી ગઈ, જે આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ હતી. દોરી ઘસાવાથી બાળકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. ઈજાગ્રસ્ત કુણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મોત નીપજ્યું હતું.

ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલા વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. વડોદરા-મહેસાણામાં પણ પણ મોતની ઘટના તે જ પ્રકારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વડબાર ગામમાં પણ ઉત્તરાયણની ઉજવણી વચ્ચે એક દુખદ ઘટના બની હતી. ગામના 35 વર્ષીય માનસાજી રગુંજી ઠાકોરનું ઘાતક દોરી વાગવાથી કરુણ મોત થયું હતું. જ્યારે વડોદરાના છાણીમાં 35 વર્ષીય મહિલા મધુરી કૌશિકભાઈ પટેલ દોરીથી ગળુ કપાવતી મોતને ભેટી હતી. ડોદરા શહેરમાં ઉતરાયણ પર્વને લઈને ગળા કપાવવાની 6 ઘટનાઓ બની હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button