…તો Shraddha Kapoor ‘આ’ ફિલ્મમાં જોવા મળી શકે, જાણો લેટેસ્ટ અપડેટ!
જાણીતા અભિનેતા અને વિલન શક્તિ કપૂરની લાડલી દીકરી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે. સ્ત્રી-2 ફિલ્મમાં કામ કરવાની સાથે બોયફ્રેન્ડને લઈ લાઈમલાઈટમાં રહે છે. હવે તાજેતરમાં તેની જૂની ફિલ્મને લઈ ચર્ચામાં આવી છે.
થોડા વર્ષો પહેલા શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં લઈને ‘નાગીન’ નામની ફિલ્મની જાહેરાત કરવામાં હતી, જેનું નિર્માણ નિખિલ દ્વિવેદી કરવાના હતા. પણ પછી તેનું શું થયું એ કોઈ નહોતું જાણતું. બીજી બાજુ શ્રદ્ધા ‘તુ જૂઠી મૈં મક્કાર’ અને ‘સ્ત્રી2’માં વ્યસ્ત થઈ ગઈ હતી. તાજેતરમાં શ્રદ્ધા કપૂર પાસે હાલમાં એવી કોઈ ફિલ્મ નથી કે જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હોય, પરંતુ હવે, આખરે નાગીન વિશે અપડેટ જાણવા મળ્યો છે.
આ પણ વાંચો: જ્યારે શ્રદ્ધા કપૂરના રૂમમાંથી ચોરાઇ કિંમતી વસ્તુ…..
આજે નિર્માતા નિખિલ દ્વિવેદીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રિપ્ટની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે “મકરસંક્રાંતિ એન્ડ ફાઈન્લી.” સ્ક્રિપ્ટ પર આપણે જોવા મળી હતી. અહીં એ જણાવવાનું કે થોડા વર્ષો પહેલા જ્યારે ‘નાગીન’ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે શ્રદ્ધા કપૂરના ચાહકોએ નાગીનના અવતારમાં અભિનેત્રીની ઘણી બનાવટી તસવીરો બનાવી હતી. હવે એટલું નક્કી છે કે મૂવીની સ્ક્રિપ્ટ તૈયાર છે, તેથી શ્રદ્ધા આગામી ફિલ્મમાં નાગીનના આગવા અંદાજમાં જોવા મળશે.
બોક્સ ઓફિસ વિશે વાત કરીએ તો કોરોના મહામારી પછીની શ્રદ્ધા કપૂર જ એકમાત્ર અભિનેત્રી છે કે જે ૧૦૦ ટકા સફળતાનો રેકોર્ડ ધરાવે છે. ‘તુ જૂઠી મૈં મક્કાર’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને સ્ત્રી-2 બ્લોકબસ્ટર બની હતી. તેથી, શ્રદ્ધા કપૂર આગામી ફિલ્મમાં સુપરસ્ટાર સાબિત થઈ શકે છે.