મનુ ભાકર સહિત અનેક ઍથ્લીટોએ ફરિયાદ કરી કે `અમારા ઑલિમ્પિક મેડલ…’

નવી દિલ્હીઃ ભારતની ટોચની નિશાનબાજ મનુ ભાકર સહિત અનેક ઍથ્લીટોએ ફરિયાદ કરી છે કે તેમને ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સમાં જે મેડલ મળ્યા એ ખરાબ થઈ ગયા હોવાથી તેમને એ બદલીને નવા નક્કોર મેડલ આપવામાં આવે.
મનુ ભાકર એક જ ઑલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ઍથ્લીટ બની હતી. વિશ્વભરમાંથી અસંખ્ય ઍથ્લીટોએ પોતાના ખરાબ થઈ ગયેલા ચંદ્રકની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. ઑલિમ્પિક્સ યોજાયા પછી પાંચ જ મહિનામાં મેડલનો રંગ ઉતરી ગયો છે.
Also read:
જાણવા મળ્યું છે કે મનુ ભાકરને જે બે બ્રૉન્ઝ મેડલ મળ્યા હતા એનો રંગ ઘણા દિવસથી ખૂબ ઝાંખો પડી ગયો છે. ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)એ જણાવ્યું છે કે ફ્રાન્સમાં ચલણી સિક્કા અને અન્ય ચલણ બનાવતી સરકારી ફૅક્ટરી તરફથી ફરિયાદી ઍથ્લીટોના મેડલ બદલી આપવામાં આવશે. તેમને અસ્સલ મૂળ મેડલ જેવા જ બનાવીને આપવામાં આવશે.’ ગોલ્ડ, સિલ્વર, બ્રૉન્ઝ મળીને ત્રણ પ્રકારના કુલ મળીને 5,084 મેડલ પરની ડિઝાઇન શૉમેટ નામની ઝવેરાત તથા ઘડિયાળ બનાવતી કંપની દ્વારા કરાઈ હતી અને મૉનેઇ દ પૅરિસ કંપનીએ ચંદ્રકો બનાવ્યા હતા. પ્રત્યેક ઑલિમ્પિક મેડલમાં વચ્ચેના ભાગમાં 18 ગ્રામ હિસ્સો લોહ ધાતુનો છે.