આમચી મુંબઈ

IRCTC પોર્ટલના ધાંધિયા યથાવત્ઃ ‘તત્કાલ’ બુકિંગ વખતે જ ‘રીગ્રેટ’, પ્રવાસીઓ લાલઘૂમ

મુંબઈ: લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની રિઝર્વેશન ટિકિટના બુકિંગ માટે પ્રવાસીઓની ઓનલાઈનની નિર્ભરતા વધતી જાય છે એટલી જ મુશ્કેલીઓ વધતી જાય છે. ઓનલાઈન પોર્ટલ પર અઠવાડિયામાં બે-ત્રણ વખત બુકિંગ વખતે મુશ્કેલી પડે છે, તેથી રાઈટ ટાઈમ બુકિંગ કરવાથી વંચિત થવાનું પ્રમાણ વધ્યું હોવાનું પ્રવાસીએ જણાવ્યું હતું.

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થાય તે જ અરસામાં તેમની વેબસાઇટ કામ કરતી અટકી જવાનું પ્રમાણ વધ્યું છે. એની સામે રેલવેના આંકડા કહે છે કે ‘તત્કાલ’ બુકિંગના સમયગાળા દરમિયાન ટિકિટનું વેચાણ સરેરાશ કલાકના બુકિંગના આંકડા કરતાં 3.6 ગણાથી વધીને 4.3 ગણું વધી ગયું છે.

સોમવારે આઇઆરસીટીસીના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે તત્કાલ ટિકિટ બુકિંગ જનતા માટે શરૂ થાય છે ત્યારે સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન ટિકિટ બુકિંગમાં અચાનક વધારો થયો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન સાઈટ કામ બરાબર ન કરતી હોવાથી પ્રવાસીઓ રોષે ભરાયા હતા.

સવારે 10 વાગ્યાથી 11 દરમિયાન લોકો તત્કાલના એસી કોચ માટે ટિકિટ બુક કરાવી શકે છે જ્યારે સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન સ્લીપર કોચ માટે તત્કાલ બુકિંગ ખોલવામાં આવે છે. બુક કરવામાં આવતી ટિકિટોની પ્રતિ કલાકની સરેરાશ આશરે 51 હજાર 500 છે, પણ તત્કાલ બુકિંગના સમય દરમિયાન એસી અને સ્લીપર કોચ માટે સરેરાશ પ્રતિ કલાક 1 લાખ 86 હજારથી 2 લાખ 23 હજાર સુધી પહોંચી જાય છે.

આ પણ વાંચો : Mahakumbh 2025: ગુજરાતમાંથી ત્રણ લાખ લોકો પહોંચશે, 20 વિશેષ ટ્રેન છતાં વેઈટિંગ…

માર્ચ 2024 સુધીમાં 12 કરોડ 20 લાખ આઇઆરસીટીસી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી. વર્ષોથી ઓનલાઇન બુકિંગમાં પણ સતત વધારો થયો છે. 2023-24માં ઓનલાઇન બુક કરાયેલી આરક્ષિત રેલ ટિકિટનો હિસ્સો 82.68 ટકા હતો, જે 2022-23 માં 80.99 ટકા હતો. આઇઆરસીટીસીના આંકડા જણાવે છે કે ઈ-ટિકિટમાં 28 ટકાનો વધારો થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button