આમચી મુંબઈ

સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભર હોવું જોઈએ: ગડકરીએ કરી મહત્ત્વની વાત

નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આજે પ્રબળ અને આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્ર અને સંશોધન અને વિકાસ સાથે વિશ્વમાં આગળ વધવાની વાત કરી છે. ગડકરી નાગપુરના વાયુસેના નગરમાં ઈન્ડિયન એરફોર્સના હેડક્વાર્ટર્સ મેઈન્ટેનન્સ કમાન્ડમાં નવમા સશસ્ત્ર દળોના વેટરન્સ ડેની ઉજવણીમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા.

આ પ્રસંગે નિવૃત્ત અને ફરજ બજાવતા કર્મચારીઓ, તેમના પરિવારજનો અને અન્ય મહાનુભાવોને એકત્રિત કરી અપ્રતિમ સેવા અને નિવૃત્ત સૈનિકોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, મેઇન્ટેનન્સ કમાન્ડ, એર માર્શલ વિજય કુમાર ગર્ગ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. કાર્યક્રમમાં નિવૃત્ત સૈનિકોને તેમની સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

દેશને શક્તિશાળી બનવાની જરૂર છે જેથી વિશ્વમાં કોઈ સાથે અન્યાય ન થાય અને દુનિયાભરમાં શાંતિ અને સુમેળ રહે. આથી ત્રણેય સશસ્ત્ર દળની ભૂમિકા મહત્વપૂર્ણ છે એમ ગડકરીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : નીતિન ગડકરીએ કરી નવી કેશલેસ ટ્રીટમેન્ટ યોજનાની જાહેરાત…

કેન્દ્રીય પ્રધાને સશસ્ત્ર દળોનાં નિવૃત્ત સૈનિકોનાં કલ્યાણ માટે દેશની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણાસ્વરૂપે તેમનાં વારસાનું સન્માન કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. વેટરન્સ ડેની ઉજવણી સૌપ્રથમ વખત 2016માં કરવામાં આવી હતી.
(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button