નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC નજીકના એક ગામમાં લેન્ડલાઇન બ્લાસ્ટ થયો છે, જેમાં લગભગ 6 જેટલા જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલિંગ દરમિયાન એક જવાન ભૂલથી લેન્ડમાઇન પર ચડી જતા બ્લાસ્ટ થયો હતો. ઘાયલ લોકોને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહેલ છે.
આપણ વાંચો: Pakistan માં અર્ધ-સૈનિક દળને નિશાન બનાવીને આઇઇડી બ્લાસ્ટ, ચાર નાગરિક ઘાયલ
વિસ્ફોટમાં સેનાના 6 જવાન ઘાયલ
પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીકના એક ગામમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં સેનાના 6 જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલો છે.
બ્લાસ્ટની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે જવાનો સવારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન લગભગ 10.45 વાગ્યે નૌશેરા સેક્ટરમાં ખાંબા કિલ્લા પાસે એક સૈનિકનો પગ ભૂલથી લેન્ડમાઈન પર પડવાને કારણે તેમાં વિસ્ફોટ થયો હતો. ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના; 6 લોકો દાઝ્યા
ઘૂસણખોરીને રોકવા માટે લેન્ડમાઇન
બ્લાસ્ટની વધુ વિગતો આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાંમાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે.” તેમણે જણાવ્યું હતું કે ઘૂસણખોરીને રોકવા માટે નિયંત્રણ રેખા પર આગળના વિસ્તારોમાં લેન્ડમાઇન પાથરવામાં આવ્યા છે, જે વરસાદને કારણે ધોવાઇ જાય છે. આ જ કારણ છે કે આ અકસ્માતો થાય છે.