સ્પોર્ટસ

એક ડોમેસ્ટિક મેચમાં ચાહકે રોહિતને કિસ કરી લીધી હતી, હવે ફરી રણજી મેચ રમતો જોવા મળશે

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમનો સિનીયર બેટર રોહિત શર્મા (Rohit Sharma) છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં રન બનાવવામાં નિષ્ફળ જતાં તેની નિવૃત્તિ અંગે અટકળો શરુ થઇ ગઈ હતી, પરંતુ રોહિતે સ્પષ્ટ કર્યું હતું કે તે નિવૃત્તિ અંગે વિચારી રહ્યો નથી.

ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ પહેલા રોહિત બેટિંગ ફોર્મ પરત મેળવવા પ્રયત્નો કરી રહ્યો છે, આજે મંગળવારે તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રણજી ટીમ સાથે પ્રેક્ટીસ સેશનમાં (Mumbai Ranji Team) જોડાયો હતો.

આપણ વાંચો: કોહલી અને રોહિત શર્મા માટે કપિલ દેવે પણ આપ્યું મહત્ત્વનું નિવેદન, બંને એટલા…

રોહિત ઓસ્ટ્રેલીયા સામેની ત્રણ ટેસ્ટમાં માત્ર 31 રન બનાવ્યા હતા, ખરાબ ફોર્મને કારણે તેણે સિરીઝની છેલ્લી સિડની ટેસ્ટમાં ડ્રોપ લીધો હતો. રોહિતે રવિવારે ટીમના પ્રદર્શનની સમીક્ષા માટેની BCCIની બેઠકમાં હાજરી આપી હતી.

https://twitter.com/StarSportsIndia/status/1879064927253692619

રોહતે જ રસ દાખવ્યો:

23 જાન્યુઆરીએ રણજી ટ્રોફી શરૂ થશે. મુંબઈ MCA-BKC મેદાન પર જમ્મુ અને કાશ્મીર સામે મેચ રમશે. નોકઆઉટ તબક્કામાં આગળ વધવા માટે આ મેચ મહત્વપૂર્ણ છે. રોહિત મુંબઈની આગામી મેચમાં રમશે કે હજુ નક્કી નથી, છેલ્લે તે રણજી ટ્રોફીમાં 2015માં ઉત્તર પ્રદેશ સામે રમ્યો હતો. મુંબઈ રણજી ટીમમાં જોડાવાનો નિર્ણય રોહિતનો હતો.

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના એક અધિકારીએ એક ન્યુઝ એજન્સીને કહ્યું કે રોહિતે મુંબઈ રણજી ટીમ સાથે ટ્રેનીંગ લેવામાં રસ દર્શાવ્યો હતો. તેણે હેડ કોચ ઓમકાર સલાવીનો સંપર્ક કર્યો છે અને આગામી રણજી મેચ માટે ટીમ તાલીમ ક્યારે શરુ કરશે એ અંગે પૂછપરછ કરી હતી.

આપણ વાંચો: રોહિત શર્માએ નિવૃત્તિ લઇ જ લીધી હતી, પરંતુ આ કારણે બદલ્યો વિચાર!

ઇંગ્લેન્ડ સામેની ODI સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈન્ડિયાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
જુનો વિડીયો વાયરલ:
રોહિતનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક ડોમેસ્ટિક મેચ દરમિયાન એક ચાહકે રોહિતને કિસ કરી હતી. રોહિત એક ડોમેસ્ટિક મેચ રમી રહ્યો હતો. મેચ દરમિયાન, એક ચાહક સુરક્ષા વ્યવસ્થા વટાવીને મેદાનમાં ઘૂસી ગયો હતો.

ચાહકે પહેલા રોહિતના પગ સ્પર્શ કર્યા અને આ પછી તેને ગળે લગાવી અને પછી તેને કિસ કરી લીધી. રોહિત તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો હતો. જ આ પછી ચાહક મેદાનની બહાર નીકળી ગયો.

https://twitter.com/i/status/1879036421031563302

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button