સ્પોર્ટસ

યુવરાજના પિતા પિસ્તોલ લઈને શું ખરેખર કપિલ દેવને મારવા તેમના ઘરે પહોંચી ગયા હતા?

જલંધરઃ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા અને ભારતના ભૂતપૂર્વ પેસ બોલર યોગરાજ સિંહે એક મુલાકાતમાં કહ્યું છે કે એકવાર તેઓ પિસ્તોલ લઈને ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવને ગોળી મારવા તેમના ઘરે પહોંચી ગયા હતા. યોગરાજ સિંહ થોડા થોડા સમયે ચર્ચામાં આવતા રહે છે. પોતાની કરીઅર ટૂંકાવી નાખવા માટે કપિલ દેવને તેમ જ પુત્ર યુવરાજની કારકિર્દી ટૂંકાવી નાખવા માટે એમ. એસ. ધોનીને જવાબદાર ગણાવતા ઘણા વિધાનો તેઓ ભૂતકાળમાં આપી ચૂક્યા છે. જોકે આ વખતે તો તેમણે બોલવામાં હદ કરી નાખી.

Also read: યુવરાજના પિતા કપિલ વિશે અપમાનજનક બોલ્યા, ધોનીને પણ નિશાન બનાવ્યો

યોગરાજ સિંહે કપિલ દેવને લઈને એક ઇન્ટરવ્યૂમાં વિધાન આપ્યું છે કે તેઓ પોતાની પિસ્તોલ લઈને કપિલ દેવના ઘરે પહોંચી ગયા હતા, પરંતુ કપિલના મમ્મી પર દયા ખાઈને તેમણે વિચાર બદલી નાખ્યો હતો. યોગરાજ સિંહે એવું પણ કહ્યું છે કે તેમણે કપિલને ઘણી ગાળ આપી હતી. બીજી તરફ, યોગરાજ સિંહના આ વિધાનો પર કપિલ દેવે પ્રતિક્રિયા આપી છે અને એક્સ’ પર એટલું જ લખ્યું છે કેયોગરાજ સિંહ કૌન હૈ?’ યોગરાજ સિંહે ઇન્ટરવ્યૂમાં એ ખુલાસો પણ કર્યો છે કે સુનીલ ગાવસકર સાથે મારી સારી દોસ્તી હતી જેને કારણે જ મને જાણવા મળ્યું કે કપિલ દેવે મને ટીમમાંથી કાઢી નાખ્યો છે.

https://twitter.com/Ctrlmemes_/status/1878827161085505786

એ દિવસોમાં ટીમ ઇન્ડિયામાં કપિલ દેવ વિરુદ્ધ સુનીલ ગાવસકરના જૂથ પડી ગયા હતા અને મને ગાવસકરના જૂથનો મેમ્બર માની લેવામાં આવ્યો હતો. એવામાં જ્યારે કપિલ દેવ ભારત, નોર્થ ઝોન કે હરિયાણાનો કૅપ્ટન બન્યો તો તેણે મને કારણ વિના ટીમમાંથી કાઢી નાખ્યો હતો. એને કારણે હું તેનાથી ખૂબ ગુસ્સે હતો.’ યોગરાજ સિંહે કહ્યું કેહું આજ સુધી એ દર્દ ભૂલી નથી શક્યો.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button