આ મેક્સિકન નાગરિકે લોસ એન્જલસમાં આગ લગાવી! પોલીસે કરી ધરપકડ
લોસ એન્જલસ: ગયા અઠવાડિયે યુએસના લોસ એન્જલસના કેટલાક વિસ્તારમાં લાગેલી આગ (Los Angeles wildfires) હજુ પણ ભભૂકી રહી છે, આગને કારણે 24 લોકોના મોત થયા છે, હજારો લોકો વિસ્થાપિત થયા છે અને કરોડો ડોલરની સંપતિ નાશ પામી છે. આ આગ કેવી રીતે લાગીએ એ અંગે તપાસ કરવામાં આવી રહી છે, એવામાં લોસ એન્જલસ પોલીસ વિભાગ (LAPD) એ એક શંકાસ્પદની ઓળખ કરી છે. ગત અઠવાડિયે જુઆન મેન્યુઅલ સીએરા-લેવા નામના મેક્સિકન નાગરિકની અટકાયત કરવામાં આવી હતી, તેણે જ આ આગ લગાવી હોવાની શંકા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફૂટેજમાં LAPD અધિકારીઓ સિએરા-લેવાની અટકાયત કરતા દેખાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણી અટકાયત અંગે ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.
રહેવાસીઓએ પકડી પાડ્યો:
વુડલેન્ડ હિલ્સમાં રહેતા રહેવાસીઓએ તેને બ્લોટોર્ચ વડે ક્રિસમસ ટ્રી અને કાટમાળ સળગાવવાતા જોયો હતો. સ્થાનિક રહેવાસીઓ પીછો કરી તેણે પકડી પડ્યો હતો અને તાર બાદ પોલીસે તેની અટકાયત કરી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આરોપી “ફ્લેમથ્રોવર” વડે આગ લગાડી રહ્યો હતો. વુડલેન્ડ હિલ્સના એક રહેવાસીએ 911 પર ફોન કરીને યબારા રોડના 21700 બ્લોકમાં આગ લગાડવાનો પ્રયાસ કરી રહેલા એક શખ્સ અંગે જાણ કરી હતી. થોડા સમય પછી, સીએરા-લેવાને સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો અને લોસ એન્જલસ પોલીસ વિભાગ (LAPD) ને સોંપી દીધો. તેની પાસે કથિત રીતે બ્લોટોર્ચ હતી.
Also read: Los Angeles Wildfire મુદ્દે પોલીસે કરી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
પહેલા પણ ગુના આચરી ચુક્યો છે:
સીએરા-લેવાને પ્રોબેશન ઉલ્લંઘનના ગુના હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે. લોસ એન્જલસમાં આગ લગાડવા સંભવિત કેસ સીએરા-લેવાની કથિત સંડોવણી અંગે LAPD તપાસ કરી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેના પર ઔપચારિક રીતે તે ગુના દાખલ કરવા માટે હજુ સુધી પૂરતા પુરાવા નથી. લોસ એન્જલસ કાઉન્ટીમાં સિએરા-લેવાનો ગુનાહિત ઇતિહાસ છે, તેણે 2023 માં ઘાતક હથિયાર વડે હુમલો કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર, તેણે કુલ બે વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા છે.