IPL 2024નેશનલસ્પોર્ટસ

દેશભરમાં મનાવાયો ભારતની જીતનો તહેવાર

પીએમ મોદીએ આપ્યા ટીમ ઇન્ડિયાને અભિનંદન

નવી દિલ્હીઃ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવતા દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મુંબઇ, કોલકાતા, નાગપુર ઉપરાંત અનેક શહેરોમાં લોકોએ રસ્તા પર ઉતરીને ફટાકડા ફોડીને દિવાળી પહેલા જ દિવાળીનો માહોલ ઊભો કરી દીધો હતો. દેશભરમાં તિરંગા સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને ભારત માતાકી જયના નારાઓ સાથે વાતાવરણમાં દેશભક્તિનો રંગ ઘોળી દીધો હતો.

નવરાત્રિની તૈયારી કરી રહેલા લોકોએ એક દિવસ પહેલા જ ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી કરી લીધી હતી. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની હાર અને ભારતની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. જમ્મુમાં લોકોએ તિરંગો લહેરાવીને અને ફટાકડા ફોડીને ઉજવણી કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. આ પછી અહીં આવેલુ પરિવર્તન અને દેશભક્તિનો આવો માહોલ જોઇને સહુની આંખો ઠરી છે.

મુંબઇમાં આયોજિત ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના 142માં સત્રને સંબોધતા વડા પ્રધાન મોદીએ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મોટી જીત પર ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે ક્રિકેટની રમત ભારતમાં આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો મહત્વનો ભાગ રહી છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારતે શાનદાર અને ઐતિહાસિક જીત માટે ટીમ ઈન્ડિયા સહિત તમામ ભારતીયોને અભિનંદન આપું છું.

આ જીત સાથે ભારતે રનરેટ ટેબલમાં ન્યુઝીલેન્ડને પણ પાછળ છોડી દીધું છે અને ત્રણ મેચમાં છ પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગયું છે. તે જ સમયે, પાકિસ્તાન ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ હાર બાદ ચોથા સ્થાને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button