સ્પોર્ટસ

હારનું ઠીકરું ક્રિકેટરોની પત્નીઓના માથે ફોડવામાં આવ્યું! BCCIએ ગંભીરને પણ ઝટકો આપ્યો

મુંબઈ: ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની ચારેતરફથી ટીકા થઇ રહી છે. ટીમ પર પ્રદર્શન સુધારવા પર દબાણ છે, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) હાલ ટીમના પ્રદર્શન મામલે ચિંતન કરી રહ્યું છે. શનિવારે સિલેક્ટર કમિટીના અધ્યક્ષ અજિત અગરકર, કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ ગૌતમ ગંભીરે BCCIની સમીક્ષા બેઠકમાં ભાગ (BCCI review meeting) લીધો હતો, આ બેઠક દરમિયાન ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

આટલો સમય જ પરિવાર સાથે વિતાવી શકશે:
અહેવાલો અનુસાર, BCCI ખેલાડીઓ માટે નવી ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. નવી ગાઈડલાઈન્સ અનુસાર, ક્રિકેટરોની પત્નીઓ (Cricketers wives) હવે સમગ્ર પ્રવાસ દરમિયાન તેમની સાથે રહી શકશે નહીં. 45 દિવસના પ્રવાસ દરમિયાન ક્રિકેટરના પરિવારને વધુમાં વધુ બે અઠવાડિયા સુધી તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે. ઉપરાંત, દરેક ખેલાડીએ ટીમ બસ દ્વારા મુસાફરી કરવી પડશે, અલગ ખાનગી વાહનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પણ મહત્તમ ત્રણ વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે.

હાર માટે પરિવાર જવાબદાર!
એક અહેવાલ મુજબ, BCCIનું માનવું છે કે વિદેશી પ્રવાસો દરમિયાન જો ખેલાડીઓ લાંબા સમય સુધી તેમના પરિવાર સાથે રહે છે, તો તેમના પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે. તેથી, BCCIએ 2019 પહેલાના નિયમમાં ફેરફાર કર્યો છે.

ડોમેસ્ટિક ક્રિકેટ રમવું ફરજીયાત:
BCCI ની બેઠકમાં ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે, હવે ઇન્ડિયન ક્રિકેટ ટીમના મોટાભાગના ખેલાડીઓ રણજી ટ્રોફી મેચમાં પણ રમતા જોવા મળી શકે છે.

સમાનના પૈસા ખેલાડીઓ ચૂકવશે:
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું કે એર ટ્રાવેલ દરમિયાન, જો ખેલાડીઓના સામાનનું વજન 150 કિલોથી વધુ હોય તો BCCI તેમના માટે ચૂકવણી કરશે નહીં. ખેલાડીઓને તેનો ખર્ચ પોતે ઉઠાવવાનું કહેવામાં આવશે.

ગૌતમ ગંભીર સામે કાર્યવાહી:
અહેવાલ મુજબ, BCCIએ હેડ કોચ ગૌતમ ગંભીર અને તેમના મેનેજર ગૌરવ અરોરા સામે પણ કડક કાર્યવાહી કરી છે. ગંભીરના મેનેજરને ટીમ જે હોટેલમાં રોકાઈ હોય એ હોટલમાં રહેવાની પરવાનગી આપવામાં આવશે નહીં, તેમને સ્ટેડિયમમાં VIP બોક્સમાં બેસવાની પરવાનગી પણ નહીં આપવામાં આવે. મેનેજરને ગંભીર સાથે ટીમ બસમાં કે તેની પાછળની બસમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો…કોહલી અને રોહિત શર્મા માટે કપિલ દેવે પણ આપ્યું મહત્ત્વનું નિવેદન, બંને એટલા…

ટીમ ઇન્ડિયાની આગામી સિરીઝ:
ભારતીય ક્રિકેટ ટીમ હવે ઘરઆંગણે 22 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે 5 મેચની T20I સિરીઝ રમવા જઈ રહી છે. ત્યાર બાદ 3 વનડે મેચની સિરીઝ પાના રમશે. ત્યાર બાદ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા દુબઈ જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button