બૉક્સ ઓફિસઃ રણબીર ભારે પડ્યો રીતિક પરઃ બન્નેની રિ-રિલિઝ ફિલ્મોનું આટલું કલેક્શન
બૉક્સ ઓફિસ પર નવી ફિલ્મોની સાથે સાથે જૂની ફિલ્મો પણ કમાણી કરી રહી છે. લગભગ 20-25 વર્ષ પહેલાની ફિલ્મો ફરી થિયેટરોમાં જોવા મળી રહી છે. અમુક ફિલ્મોને દર્શકો સારો પ્રતિસાદ આપી રહ્યા છે. હાલમાં બે સુપરહીટ ફિલ્મો થિયેટરોમાં રિલિઝ થઈ રહી છે. જેમાં એક રીતિક રોશનની કહો ના પ્યાર હૈ અને બીજી રણબીર કપૂરની યે જવાની હૈ દિવાની. આ બન્ને ફિલ્મોમાંથી રણબીરની ફિલ્મે સારી કમાણી કરી છે જ્યારે રીતિકની ફિલ્મ જોઈએ તેટલો રિસ્પોન્સ મેળવી શકી નથી.
રી- રીલિઝની સિઝન ચાલી રહી છે, ત્યારે રિતિક રોશનની કહો ના પ્યાર હૈ (kaho na pyar hai) આ વર્ષે ફરી રીલીઝ થઈ છે. વર્ષ 2000નું મ્યુઝિકલ રોમેન્ટિક થ્રિલર 10 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં પરત આવી હતી. આ દિવસે રીતિક તેનો 51મો જન્મદિવસ મનાવતો હતો.
અહેવાલ અનુસાર યે જવાની હૈ દીવાની બોક્સ ઓફિસ પર વધુ ધૂમ મચાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં, તેણે સૌથી વધુ 44.94K ટિકિટનું વેચાણ નોંધાવ્યું છે. ગેમ ચેન્જર અને ફતેહ જેવી નવી રીલીઝ ફિલ્મો હોવા છતાં, રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની આ ફિલ્મને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. રણબીર-દીપિકાની ફિલ્મે રૂ. 13 કરોડનું કલેક્શન કર્યુ છે.
આ પણ વાંચો : આખરે Pushpa-2ની સ્પીડને બ્રેક લાગી ખરી, 40મા દિવસે કર્યું આટલું કલેક્શન…
તો બીજી બાજુ, રીતિક રોશન અને અમીષા પટેલની ફિલ્મ કહો ના પ્યાર હૈ એ
છેલ્લા કલાકમાં લાકમાં 7.35K ફૂટફોલ નોંધાવી શક્યું છે. કહો ના પ્યાર હૈને લોકોએ એટલો પ્રેમ આપ્યો નથી, જેટલી અપેક્ષા હતી. 2000માં ફિલ્મ જ્યારે રિલિઝ થઈ ત્યારે લોકોને ઘેલુ લાગ્યું હતું.