અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ દર વર્ષની માફક ઉત્તરાયણ ઉજવવા માટે અમદાવાદ આવી (Amit Shah in Ahmedabad for Uttarayan) પહોંચ્યા છે. દર વર્ષે તેઓ કોઈ કાર્યકર્તાના ઘરે જઈને પતંગ ચગાવી ઉત્તરાયણ ઉજવતા હોય છે. આજે સવારે અમિત શાહ મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટી ખાતે પહોંચ્યા હતાં, સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મકરસંક્રાંતિની ઉજવણી કરવા પહોંચ્યા હતાં. આ પ્રસંગે અમિત શાહ એક છત પરથી પતંગ ચગાવતા જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો : અમરેલી લેટર કાંડઃ નિર્લિપ્ત રાય કેસની કરશે તપાસ; સુરતમાં ધાનાણી, દુધાતની અટકાયત
સોસાયટીના સભ્યોએ ઉત્સાહભેર અમિત શાહનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાનના સ્વાગત માટે સોસાયટીને શણગારવામાં આવી હતી. સોસાયટીમાં રંગબેરંગી પતંગો અને રંગોળી બનાવવામાં આવી હતી.
આ આગેવાનો પણ હાજર રહ્યા:
આ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યૂટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના અધ્યક્ષ બિપીન પટેલ, સ્થાનિક કાઉન્સિલરઓ તથા AMCના હોદ્દેદારો આ પ્રસંગે હાજર રહ્યા હતાં.
જગન્નાથના દર્શન કર્યા:
અમિત શાહ અમદવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતાં, આ પ્રસંગે તેમનો પરિવાર પણ તેમની સાથે હતો. ત્યાર બાદ અમિત શાહે મંદિરમાં ગાયનું પૂજન પણ કર્યું.
આજે તેઓ ઘાટલોડિયામાં આવાસનું ખાતમુહૂર્ત અને ગુજરાત પોલીસ આવાસ નિગમનું ખાતમુહૂર્ત કરશે. આજે બપોરે તેઓ રાણીપમાં પતંગોત્સવમાં જોડાશે, ત્યાર બાદ સાજે સાબરમતી વોર્ડમાં પતંગોત્સવમાં જોડાશે.
આ પણ વાંચો : Tourism: ધોરડોમાં નીચે સફેદ રણ અને ઉપર રંગ-બે-રંગી આકાશઃ આજથી પતંગોત્સવની શરૂઆત
અમિત શાહ આજે ઉત્તરાયણથી 3 દિવસના ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. આ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે.