70 વર્ષ પહેલાનો કુંભમેળો જોયો છે? આ રહ્યો વીડિયો જોઈલો…
લખનઉઃ છેલ્લા કેટલાંય દિવસોથી મહાકુંભ મેળા-2025ની તસવીરો, વીડિયો તમે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો. વિશ્વને અચંબામાં મૂકી દે તેવા આ માનવ મેળાવડાનો ગઈકાલથી પ્રારંભ પણ થઈ ગયો છે. ત્યારે આ રંગીન તસવીરો વચ્ચે એક બ્લેક એન્ડ વ્હાઈટ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.
આ પણ વાંચો : મહાકુંભમાં વિદેશીઓને પડ્યો ‘જલસો’: કહ્યું આઈ લવ ઈન્ડિયા
સ્વતંત્ર ભારતનો પહેલો કુંભમેળાની ઝલક
આ વર્ષના મહા કુંભ મેળાની (kumbh melo) ઝલક તમે જોઈ જ હશે તો ચાલો હવે સ્વતંત્ર ભારતનો પહેલો કુંભ મેળો જોઈએ જે 70 વર્ષ પહેલા એટલે કે 1954માં યોજાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મહાકુંભ એ આસ્થા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો સંગમ છે. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ એક મહિના માટે પ્રયાગરાજ આવે છે અને ત્રિવેણી સંગમના કિનારે ડૂબકી મારીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. હાલમાં, આ પ્રાચીન રિતી રીવાજો સાથે જોડાયેલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, માં 1954માં યોજાયેલા કુંભ મેળાની (1954 kumbh melo) ઝલક દેખાડવામાં આવી છે.
આ કુંભમેળાની સાદગી તો જૂઓ…
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે (Uttar Pradesh)તત્કાલિન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંથ બોટ પર સવારી કરતી વખતે સ્થળનું નિરીક્ષણ કરે છે. તેની સાથે જ જોઈ શકાય છે કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુ પોતે કુંભ મેળાનું નિરીક્ષણ કરી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસ ઘોડાઓ પર પેટ્રોલિંગ કરી રહી છે અને તમામ અખાડાઓ મેળામાં ભાગ લઈ રહ્યા છે. અંદાજે એક કરોડ ભક્તો એકઠા થયા હતા. મર્યાદિત વ્યવસ્થા હોવા છતાં પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી.
આ પણ વાંચો : મહાકુંભમાં જ્યારે બાબાએ યુટ્યુબરને ચીપિયાથી પીટ્યો…જુઓ viral વિડિયો…
આ વીડિયોને પંડિત સૂરજ પાંડે નામના યુઝરે @p.suraj.pandey ઈન્સ્ટા પર શેર કર્યો છે. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુપી સરકાર અને ભારત સરકારે તેને સફળ બનાવવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા. લોકો કોમેન્ટ બોક્સમાં હર હર ગંગે, જય શ્રી રામ, હર હર મહાદેવ લખીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.