મુંબઇઃ દેશભરમાં આજે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આ શુભ પર્વ દરમિયાન ભારતીય શેરબજારમાં ચાલી રહેલો ઘટાડાનો ક્રમ અટકી ગયો છે. સોમવારે શેર ટ્રેડિંગમાં ભારે ઘટાડા બાદ મંગળવારે શેરબજારે પોરો ખાધો હતો અને તેના બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા.
આ પણ વાંચો : શેરબજારની નબળાઈનું કારણ વાઇરસ નથી તો શું છે? જાણો આજનું કારણ
બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં ખુલવાની થોડી મિનિટોમાં જ 400 થી 500 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં શરૂઆતમાં ટ્રેડિંગમાં 125 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
જે શેરોના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે તેમાં zomato, NTPC, ઇન્ડુસઇન્ડ બેંક ,અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મિડ-કેપ કેટેગરીમાં આવતા બાયોકોન, સુઝલોન અને યસ બેન્કના શહેરોમાં પણ ઉછાળો જોવા હતો. સ્મોલ કેપ કંપની ટીડી પાવર સિસ્ટમમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી પર આજના ટ્રેડિંગમાં NTPC,ટાટા મોટર્સ, હિંન્દાલકો, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇમાં વધારો જોવા મળ્યો હતો.
આ લખાય છે ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક 76,634.94 પર ટ્રેડ કરી રહ્યો છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ 23,161.40 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટી એટલે નેશનલ સ્ટોક એક્સચેંજ ફિફ્ટી. એ સ્ટોક માર્કેટ સૂચકાંક છે, જે NSE પર સૂચિબદ્ધ થયેલી ટોચની 50 કંપનીઓના રોજેરોજના પ્રદર્શનને ટ્રેક કરે છે.
આ પણ વાંચો : Stock Market : શેરબજારમાં હજુ પણ અમદાવાદ અને મુંબઈનો દબદબો યથાવત, જાણો વિગતે…
નોંધનીય છે કે સોમવારે અમેરિકાના જોબલેસ ડેટા જાહેર થતાં અને અમેરિકનના આગામી પ્રેસિડેન્ટ ટ્રમ્પની આંધીમાં શેર માર્કેટ દાટ વળી ગયો હતો. એવામાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે પટકાઈને બે વર્ષની નીચે સપાટીએ પહોંચી ગયો હતો. ઉપરાંત ક્રૂડના ભાવ પણ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું હતું. અને શેરબજારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેમાં રોકાણકારોના 25 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું