આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ચલી ચલી રે પતંગ મેરી ચલી રેઃ હવામાન તમને સાથ આપશે, પણ તમે પક્ષીઓનું ધ્યાન રાખજો…

અમદાવાદ: આજે મકરસંક્રાતીનું પાવન પર્વ છે, ધાર્મિક સાથે ભૌગોલિક મહત્વ ધરાવતા આ તહેવારની ગુજરાતમાં અલગ ઉજવણી થાય છે. અહીં પતંગ ચગાવવાની પરંપરા છે અને આજે આકાશ આખું રંગબેરંગી પતંગોથી શણગારાઈ જશે. આ સાથે પતંગબાજો માટે હવામાન વિભાગે પણ ખુશ ખબરી આપી છે કે હવાનું જોર રહેશે અને પતંગ આકાશને આંબશે, પરંતુ પતંગબાજોએ પણ ધ્યાન રાખવાનું છે કે આ આકાશ જેમનું છે તે પક્ષીઓને નુકસાન ન થાય અને જો કોઈ ઘાયલ પક્ષી નજરમાં આવે તો તેને સારવાર મળે તેવી કાળજી લેજો.

આ પણ વાંચો : ઉત્તરાયણ પર કેવો રહેશે પવન? જુઓ પરેશ ગોસ્વામીએ શું કહ્યું

કેવું રહેશે વાતાવરણ

ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ઠંડીનું જોર છે. આજે મકરસંક્રાતી નિમિત્તે માત્ર ઠંડી નહીં પણ પવન પણ ફૂંકાય તેવી પ્રાર્થના પતંગબાજો કરતા હોય છે ત્યારે તેમની માટે સારા સમાચાર છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે આજે 14મી જાન્યુઆરી મંગળવારને ઉત્તરાયણના દિવસે 15થી 20 કિમી પ્રતિકલાકના પવન ફૂંકાશે. આ માહિતી પતંગ રસિકો માટે ખુશીની છે.

અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન આપ્યું છે. જ્યારે આગામી 24 કલાક દરમિયાન શહેરમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવાની દિશાને કારણે હાલ ગુજરાતમાં તાપમાન વધવાની આગાહી છે. જોકે, બે દિવસ બાદ લઘુત્તમ તાપમાન ફરીથી બે ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી પણ કરવામાં આવી છે.

તમે પતંગબાજી કરો અને અમે તમારી સુરક્ષા

તહેવારો સારી રીતે ઉજવાય તે માટે સરકારી અને સ્થાનિક તંત્ર હંમેશાં ખડેપગે રહેતું હોય છે. મકરસંક્રાતી સમયે ખાસ સુરક્ષાકર્મીઓની જવાબદારી વધી જાય છે. ઘરના ધાબા પર ચડેલા બાળકો, કિશોરો, યુવાનો ક્યારેક આનંદમાં ભાન ભૂલી પડા જાય છે, તો પતંગો લૂંટવા જવામાં પણ અક્સમાતો થાય છે. ઈલેક્ટ્રિક વાયરો અડકી જવાથી શોક લાગે તેવી ઘટનાઓ પણ બને છે.

આ પણ વાંચો : પગંત સારા ચગશે તેવો વર્તારો આપ્યો હવામાનેઃ સવારે ઠંડી અને સુસવાટા સાથે પવનથી ગુજરાત ઠર્યુ…

આ સાથે પક્ષીઓ મોટા પ્રમાણમાં ઘાયલ થાય છે. તેના માટે 108ની ટીમ ખડેપગે રહે છે અને આ સાથે એનજીઓ પણ કામ કરે છે. આથી જેઓ તહેવારોની મજા માણે છે તેમણે ખાસ તકેદારી રાખવી જોઈએ અને પોતાને કે પક્ષીઓને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button