તરોતાઝા

બધાને અકળાવતો આ ડેન્ગ્યૂ શું છે?

આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

એક પ્રકારના મચ્છર અને ગંદા પાણીના પરિણામે વારંવાર ડેન્ગ્યૂની બીમારી વાર-તહેવારે લોકોને પજવી જતી હોય છે.
શું છે ડેન્ગ્યૂનાં લક્ષણ

  • માથામાં દુ:ખાવો, શરીરમાં કળતર, બેચેની તથા અશક્તિ થવી, સ્નાયુ અને સાંધાઓમાં દુ:ખાવો થવો, આંખો દુ:ખવી, ઊલટી, ઉબકા આવવા.
  • પેટમાં દુ:ખાવો થવો અને ઝાડા થવા.
  • ચામડી ઉપર લાલાશ પડતા ટપકાંવાળા રેસા થવા.
    ડેન્ગ્યૂ થવાનાં કારણ
  • ડેન્ગ્યૂના વાઇરસનો ચેપ લાગેલું મચ્છર જયારે વ્યક્તિને કરડે ત્યારે ડેન્ગ્યૂનો તાવ
    આવે છે.

ડેન્ગ્યૂમાં આહાર શું લેવો ?
*સાતથી દસ દિવસ સુધી અનાજ બંધ કરી માત્ર ફૂટજયૂસ, લીંબુ અને નાળિયેરનું પાણી વગેરે પ્રવાહી પર જ રહેવું.

  • પપૈયું અને પપૈયાના પાનનો જયૂસ આ રોગનો અકસીર ઇલાજ છે.
  • બાફેલી વસ્તુ, લીલા શાકભાજી અને ફૂટ લેવા.
  • ગળ્યાં, તળેલાં, ખાટાં અને તીખા પદાર્થો ન લેવા.

ડેન્ગ્યૂના ઉપચાર :
*અડધો કપ પપૈયાના પાનનો રસ કાઢી કપડાથી ગાળીને પીવો.

*1 કપ પાણીમાં અડધી ચમચી મેથીના દાણા નાખીને અડધો કપ પાણી રહે ત્યાં સુધી ઉકાળીને ગાળી લેવું. આવું પાણી દિવસમાં 3 વાર પીવું.

*લીમડાના પાનના રસમાં 1 ગ્રામ મરીનું ચૂર્ણ મેળવી સવાર-સાંજ પીવું.

*2 કપ પાણીમાં તુલસીના 20 પાન તથા 5 નંગ મરી 5 મિનિટ સુધી ઉકાળી, તેને ગાળી દિવસમાં બે વાર પીવું અથવા તુલસીના પાનને ચાવવાથી પણ ડેન્ગ્યૂની ગરમી ઘટે છે.

*20 ગ્રામ કડુ, 20 ગ્રામ કરિયાતું અને 1 ચમચી ખાંડેલા મરી 1 કપ પાણીમાં ઉકાળીને ગાળીને દિવસમાં 2 વાર, સવાર-સાંજ પીવું.

સાવધાની
*ડેન્ગ્યૂનો ફેલાવો કરતા મચ્છરો વધુ પ્રમાણમાં અસ્વચ્છ-ગંદા પાણીમાં જ રહેતા હોય છે. માટે પાણી ભરેલાં વાસણો, ટાંકી, કૂંડાં વગેરે ખુલ્લાં ન રાખવાં.

*ડેન્ગ્યૂના દર્દીએ સંપૂર્ણપણે પથારીમાં આરામ કરવો, જેથી બીમારી વધુ ગંભીર થતી અટકાવી શકાય.

*ડેન્ગ્યૂના દર્દીને સમૂહમાં ન રાખતા અલગ રાખવો.

*દર્દીએ તથા પરિવારના અન્ય સભ્યોએ મચ્છરથી દૂર રહેવું, જેથી ડેન્ગ્યૂનો ચેપ બીજાને ન લાગે.

*શકય હોય તેટલું ઠંડા વાતાવરણમાં રહેવું, કેમ કેએવા વાતાવરણમાં મચ્છર ઓછા હોય છે.

*ડેન્ગ્યૂના મચ્છરો રાત્રિ કરતાં દિવસે, પરોઢીએ તથા સંધ્યા સમયે વધારે હોય છે. તે સમયે બહાર ઓછું રહેવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button