નેશનલ

મહાકુંભના સુંદર સાધ્વી બન્યા ચર્ચાનું કેન્દ્ર; ઇન્સ્ટાગ્રામ પર 7.5 લાખ ફોલોવર્સ

પ્રયાગરાજ: આજથી પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. મહાકુંભને લઈને સંગમ નદીના કિનારે વિવિધ અખાડાઓએ તેમની છાવણી ઉભી કરી છે. પ્રયાગરાજ મહાકુંભના પહેલા દિવસે, એક કરોડથી વધુ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. લાખો સાધુ-સંતો અહીં પહોંચ્યા છે. પરંતુ મહાકુંભના પહેલા દિવસે સૌથી સુંદર સાધ્વીનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સાડા સાત લાખથી પણ વધારે ફોલોવર્સ કુંભમાં આવેલા સાધ્વીનું નામ છે હર્ષા રીછારિયા. આ સાધ્વીજીના ઇન્સ્ટાગ્રામ પર સાડા સાત લાખથી પણ વધારે ફોલોવર્સ છે. હર્ષાએ પોતાની પ્રોફાઇલ પર લખ્યું છે કે તે નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી કૈલાશાનંદગીરી જી મહારાજની શિષ્યા છે. તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર, તે મોટાભાગે ધાર્મિક વિષયો પર સામગ્રી બનાવતી જોવા મળે છે.

Also read: મહાકુંભ 2025: કેટલો અઘરો છે કલ્પવાસ, ક્યા નિયમોનું કરવું પડે છે પાલન, જાણો વિગતવાર

પત્રકારે કર્યો સુંદર હોવા પર પ્રશ્ન તેઓ નિરંજની અખાડાના સંતો સાથે પ્રયાગરાજમાં આવ્યા છે. રથ પર સવાર થઈને હર્ષાએ વિવિધ ટીવી ચેનલોના પત્રકારો અને સોશિયલ મીડિયાના યુટ્યુબરોએ તેના વિશે વાત કરી. આ વાતચીત દરમિયાન જ એક આટલા સુંદર હોવા છતાં સાધ્વી બનવા અંગે પ્રશ્ન કર્યો હતો. આથી તેઓ આજે ચર્ચામાં આવ્યા છે.

કેમ બન્યા સાધ્વી?
પત્રકારના પ્રશ્નમાં સાધ્વીએ જણાવ્યું કે તે ઉત્તરાખંડથી આવ્યા છે અને આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરીની શિષ્યા છે. સાધ્વી બનવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે મારે જે કરવાનું હતું તે છોડીને મેં આ ભેખ અપનાવ્યો છે. તેણીએ વધુમાં કહ્યું કે શાંતિની શોધમાં, તે બે વર્ષ પહેલાં સાધ્વી બની હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button