કુંભમેળામાં વિખૂટા પડવાનું શરુઃ 250થી વધુ લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન
મહાકુંભ નગર: સંગમમાં સ્નાન માટે મોટી સંખ્યામાં ભીડ જામી હોવાથી ૨૫૦થી વધુ લોકો ખોવાયા હતાં અને વહીવટીતંત્રનાં દ્વારા કાર્યક્ષમ પગલાં દ્વારા તેમને તેમનાં પરિવારો સાથે મિલન કરાવ્યું હતું. ઉત્તર પ્રદેશ નાગરિક સંરક્ષણના વોર્ડન નિતેશ કુમાર દ્વિવેદીએ પહેલા દિવસે કરવામાં આવેલા વ્યાપક પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.
નાગરિક સંરક્ષણ ટીમ પણ બની મદદરુપ તેમના પ્રારંભિક અંદાજ કરતાં વધુ ભીડનું સંચાલન કરવાના પડકારને સ્વીકારતા તેમણે જણાવ્યું હતું કે “વિભાગ અને મેળાના અધિકારીઓની દેખરેખ હેઠળ સેંકડો પરિવારોનું પુનઃમિલન થયું છે. ફક્ત પહેલા દોઢ કલાકમાં અમારી નાગરિક સંરક્ષણ ટીમો લગભગ ૨૦૦થી ૨૫૦ વ્યક્તિને તેમના પરિવારોમાં પાછા લાવવામાં સફળ રહી હતી.
‘ભુલા ભટકા’ કેમ્પ બન્યા મદદકર્તા પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના ઉદ્ઘાટન દિવસે પોષ પૂર્ણિમા સ્નાન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જે દરમિયાન લાખો ભક્તો પવિત્ર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે ભેગા થયા હતા. આ મહાકુંભ ૨૬ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. વિશાળ મેળાવડાનું સંચાલન કરવા માટે, ઉત્તર પ્રદેશ સરકારે ‘ભૂલા-ભટકા’ કેમ્પ, પોલીસ સહાય કેન્દ્રો અને મેળા માટે ખાસ બાંધવામાં આવેલા વોચટાવર પર કર્મચારીઓની તૈનાતી સહિત અનેક ભીડ નિયંત્રણ પહેલ અમલમાં મૂકી છે.
Also read: મહાકુંભ 2025: કેટલો અઘરો છે કલ્પવાસ, ક્યા નિયમોનું કરવું પડે છે પાલન, જાણો વિગતવાર
‘ખોયા પાયા’ કેન્દ્રને કારણે પુનઃમિલન આ કેમ્પોમાં ખોવાયેલી મહિલાઓ અને બાળકો માટે સમર્પિત વિભાગો, ડિજિટલ સાધનો અને સોશિયલ મીડિયા સહાયથી સજ્જ ‘ખોયા-પાયા’ (ખોવાયેલા અને મળેલા) કેન્દ્રો છે. ઘાટો પર લગાવેલા લાઉડસ્પીકરો સતત ગુમ થયેલા વ્યક્તિઓના નામ જાહેર કરી રહ્યા છે, જેનાથી ઝડપી પુનઃમિલન શક્ય બને છે, જ્યારે પોલીસ અને નાગરિક સંરક્ષણ કર્મચારીઓ સક્રિય રીતે યાત્રાળુઓને મદદ કરી રહ્યા છે. ભાવનાત્મક પુનઃમિલનથી ઘણા ઉપસ્થિતોએ મેળાના અધિકારીઓ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. યુપી સરકારના અંદાજ મુજબ ૧૪૪ વર્ષ પછી યોજાઈ રહેલા મહા કુંભ મેળામાં ૨૬ ફેબ્રુઆરી સુધીમાં ૪૦ કરોડથી ૪૫ કરોડ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે.