સ્પોર્ટસ

કોહલી અને રોહિત શર્મા માટે કપિલ દેવે પણ આપ્યું મહત્ત્વનું નિવેદન, બંને એટલા…

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી વિરાટ કોહલીના ભવિષ્ય અંગે અટકળો ચાલી રહી છે, પરંતુ ભૂતપૂર્વ મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યું કે આ બંન્ને એટલા મોટા ખેલાડીઓ છે કે તે પોતાના ભવિષ્ય અંગે જાતે નિર્ણય લઇ શકે છે.

આ પણ વાંચો: રોહિત શર્માએ નિવૃત્તિ લઇ જ લીધી હતી, પરંતુ આ કારણે બદલ્યો વિચાર!

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કોહલી નવ ઇનિંગ્સમાં એક સદી સાથે ફક્ત 190 રન કરી શક્યો હતો અને ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર વારંવાર કેચ આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્માના આંકડા વધુ ખરાબ હતા, તેણે ત્રણ મેચની પાંચ ઇનિંગ્સમાં ફક્ત 31 રન કર્યા હતા. ખરાબ ફોર્મને કારણે તે પાંચમી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો હતો.

આ પણ વાંચો: રોહિત શર્માનું ટેસ્ટ કરિયર ખતમ! BCCI મોટો નિર્ણય લઇ શકે છે, જાણો શું છે અહેવાલ

પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરવા દો
ભારતીય ટીમ આ વર્ષે જૂનમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર તેની આગામી ટેસ્ટ રમવાની છે પરંતુ ભારતીય ક્રિકેટ જગતમાં ‘સુપરસ્ટાર’ સંસ્કૃતિને પાછળ છોડી દેવાની ચર્ચા ચાલી રહી છે. ભારતના ભૂતપૂર્વ મહાન ખેલાડી કપિલ દેવને આ ખેલાડીઓના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “વિરાટ અને રોહિત મહાન ખેલાડીઓ છે અને તેમને રમતમાં પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરવા દો.”

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે નિરાશ કર્યાં બેટ્સમેન અને બોલરોએ
રોહિતની જગ્યાએ કેપ્ટનશીપ માટેના દાવેદારો વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, “આમાં કોઈ વિવાદ ન હોવો જોઈએ, વર્તમાન કેપ્ટન પણ બીજા કોઈની જગ્યાએ આવ્યો છે. જે પણ કેપ્ટન હોય તેને પૂર્ણ સમય મળવો જોઈએ. આ પ્રવાસમાં ભારતીય ટીમને બેટ્સમેન અને બોલરો બંનેએ નિરાશ કર્યા હતા. જસપ્રીત બુમરાહ સિવાય, અન્ય કોઈ બોલર પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. પાંચમી ટેસ્ટમાં ઈજાને કારણે બુમરાહ બીજી ઇનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો જેના કારણે ઓસ્ટ્રેલિયા માટે નાના લક્ષ્યનો પીછો કરવો ખૂબ જ સરળ બન્યો હતો બુમરાહે આ સીરિઝમાં લગભગ 150 ઓવર ફેંકી અને 32 વિકેટ ઝડપી હતી.

રમતમાં કોઈની સરખામણી કરવી યોગ્ય નથી
કપિલને પોતાની બોલિંગની સરખામણી હાલના બોલરો સાથે કરવી યોગ્ય લાગી નહોતી. પીજીટીઆઇની નવી સીઝનની જાહેરાત માટે આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, “રમતમાં સરખામણી કરવી યોગ્ય નથી. બે અલગ અલગ યુગના ખેલાડીઓની સરખામણી ન થવી જોઈએ. આજના યુગમાં ખેલાડીઓ એક દિવસમાં 300 રન કરી લે છે પરંતુ અમારા સમયમાં એવું થતું નહોતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button