આ અભિનેત્રીની 30માંથી 9 ફિલ્મોએ જ બોક્સ ઓફિસ પર કર્યું ઠીકઠાક પ્રદર્શન તો ય…
બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન અને નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)ની ફિલ્મ ઈમર્જન્સી 17મી જાન્યુઆરીના થિયેટર્સમાં રિલીઝ થવાની છે, પરંતુ રિલીઝ પહેલાં જ ફિલ્મ વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. સીબીએફસીએ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં સારો એવો વિલંબ કર્યો અને આખરે સીબીએફસી દ્વારા જણાવવામાં આવેલા કટ્સ બાદ હવે ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર છે. પરંતુ શું તમને ખબર છે કે કંગનાએ અત્યાર સુધીના પોતાના ફિલ્મી કરિયરમાં 30 ફિલ્મો જ કરી છે અને એમાંથી 9 જ ફિલ્મો બોક્સ ઓફિસ પર થોડું ઘણું સારું પ્રદર્શન કરી શકી છે? ચોંકી ગયા ને? ચાલો તમને આ વિશે જણાવીએ-
કંગના રનૌતે કરોડોની ખોટ ખાઈને વેચ્યો મુંબઈનો બંગલો! BMCનું બુલડોઝર અહીં જ ચાલ્યું હતું
કંગના રનૌતે પોતાના ફિલ્મી કરિયરમાં 30 ફિલ્મોમાં કામ કર્યું છે અને ઈમર્જન્સીએ તેની 31મી ફિલ્મ છે. આ ફિલ્મમાં કંગના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ નિભાવી રહી છે. કંગનાએ 2006માં બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને તેની પહેલી ફિલ્મ હતી ગેંગસ્ટર. કંગનાના પર્ફોર્મન્સને એટલું પસંદ કરવામાં આવ્યું કે તેને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કંગનાની 30 ફિલ્મોમાંથી 9 જ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ઠીકાઠાક કલેક્શન કર્યું છે. આ ફિલ્મોમાં ગેંગસ્ટર (2006), લાઈફ ઈન મેટ્રો (2007), રાઝ (2009), વન્સ અપોન એ ટાઈમઈન મુંબઈ (2010), તનુ વેડ્સ મનુ (2011), શૂટ આઉટ એટ વડાલા (2013) ક્વીન (2014), તનુ વેડ્સ મનુ રિટર્ન્સ (2015) અને મણિકર્ણિકા (2019)નો સમાવેશ થાય છે. જ્યારે કંગનાની બાકીની 21 ફિલ્મો ફ્લોપ થઈ હતી. આ હિસાબે કંગનાનો સક્સેસ રેટ કેલ્ક્યુલેટ કરીએ તો 30 ટકા છે, જ્યારે ફેઈલ્યોર રેટ 70 ટકા છે. આશા કરીએ ઈમર્જન્સી ફિલ્મ રિલીઝ થયા બાદ કંગનાના સક્સેસ રેટમાં વધારો થાય.
કંગના રનૌતે ફરી છંછેડયા અભિનેત્રી અને સાંસદ જયા અમિતાભ બચ્ચનને, કહ્યું કે…
વાત કરીએ ઈમર્જન્સી ફિલ્મની તો 1975માં તત્કાલિન વડા પ્રધાન ઈંદિરા ગાંધી દ્વારા લગાવવામાં ઈમર્જન્સીની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં કંગના રનૌત ઈંદિરા ગાંધીના રોલમાં જોવા મળશે, જ્યારે દિવંગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના રોલમાં શ્રેયસ તલપડે જોવા મળે છે. આ ફિલ્મમાં અનુપમ ખેર અને મહિમા ચૌધરી પણ છે. ફિલ્મનું ડિરેક્શન અને પ્રોડક્શન બંને કંગના રનૌતે કર્યું છે.