નેશનલ

Zuckerberg Vs Ashwini Vaishnav: ચૂંટણી અંગે ઝુકરબર્ગને રેલવે મંત્રીએ રોકડું પરખાવ્યું

નવી દિલ્હી: મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગની ટિપ્પણી પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રોકડું પરખાવ્યું છે. અશ્વિની વૈષ્ણવે ટ્વીટર પર પોસ્ટ કરતાં કહ્યું કે, માર્ક ઝુકરબર્ગ પોતે જ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ નિરાશાજનક છે. તેમણે તથ્યો અને વિશ્વનિયતાને જાળવવી જોઇએ. માર્ક ઝૂકરબર્ગે કહ્યું હતું 2024ના વર્ષમાં ભારત સહિત અનેક દેશોમાં સરકાર સત્તામાંથી દૂર થઈ ગઈ હતી.

ઝુકરબર્ગનો દાવો ખોટો: અશ્વિની વૈષ્ણવ
માર્ક ઝુકરબર્ગના નિવેદન પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રતિક્રિયા આપી છે. અશ્વિની વૈષ્ણવે X પર લખ્યું, “વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે, ભારતે 640 મિલિયનથી વધુ મતદારો સાથે 2024 ની લોકસભા ચૂંટણી યોજી હતી. ભારતના લોકોએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના NDA પર પોતાનો વિશ્વાસ ફરીથી વ્યક્ત કર્યો. ઝુકરબર્ગનો દાવો કે 2024 ની ચૂંટણીઓમાં ભારત સહિત મોટાભાગની વર્તમાન સરકારો કોવિડ પછી હારી ગઈ, તે હકીકતમાં ખોટો છે.

વડાપ્રધાનનો ત્રીજો કાર્યકાળ લોકોના વિશ્વાસનો પુરાવો
તેમણે કહ્યું કે, ભારતે કોવિડ દરમિયાન 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ, 2.2 અબજ મફત રસી અને વિશ્વભરના દેશોને મદદ કરી. ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. વડા પ્રધાન મોદીનો ત્રીજો કાર્યકાળ સુશાસન અને લોકોના વિશ્વાસનો પુરાવો છે. માર્ક ઝુકરબર્ગ દ્વારા ખોટી માહિતી આપવામાં આવે તે ખૂબ જ નિરાશાજનક છે. તેમણે વિશ્વસનીયતા જાળવી જોઈએ.

આ પણ વાંચો : ફેક ન્યૂઝ અને ડિજિટલ મીડિયા અંગે આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહી મહત્ત્વની વાત…

ઝુકરબર્ગે શું કરી હતી ટિપ્પણી?
એક પોડકાસ્ટમાં વાત કરતાં ઝુકરબર્ગે કહ્યું હતું કે કે 2024નું વર્ષ દુનિયામાં ચૂંટણીનું વર્ષ હતું. ભારત જેવા ઘણા દેશોમાં ચૂંટણીઓ યોજાઈ અને વર્તમાન સરકારો પડી ગઈ. વૈશ્વિક સ્તરે કોઈ મુખ્ય કારણ હતું, પછી ભલે તે ફુગાવો હોય કે આર્થિક કટોકટી. સરકારોએ કોવિડ સામે જે રીતે લડત આપી તેની પણ મોટી અસર પડી. તેમણે દાવો કર્યો કે લોકશાહી સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ પણ ઘટી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button