Stock Market : શેરબજારમાં છેલ્લા ચાર દિવસમાં રોકાણકારો નિરાશ, આટલા કરોડ ગુમાવ્યા
મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market)દિવાળી બાદ સતત ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. જેમાં પણ જાન્યુઆરી માસની શરૂઆતથી અત્યાર સુધી શેરબજારમાં ભારે ઉતાર -ચઢાવ જોવા મળી રહ્યો છે. જોકે, બજારમાં સતત ઘટાડાને લીધે રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસમાં શેરબજારમાં રોકાણકારોના 24. 69 કરોડનું ઘોવાણ થયું છે. જ્યારે છેલ્લા મહિનાની વાત કરીએ તો રોકાણકારોના 44. 54 કરોડ રૂપિયા ડૂબ્યાં છે.
BSC મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઘટાડો
જેમાં હાલ બજારમાં વેચવાલી જોવા મળી રહી છે. તેમાં પણ આજે સોમવારે સેન્સેકસ 1048.90 પોઇન્ટના વિક્રમી ઘટાડા સાથે બંધ થયો. જેમાં છેલ્લા ચાર દિવસમાં સેન્સેકસમાં કુલ 1869 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના પગલે બીએસએઇના માર્કેટ કેપમાં રૂપિયા 24,69,243.3 કરોડનો ઘટાડો થયો છે. જેમાં સોમવારે રોકાણકારોના 12.61 લાખ કરોડ રૂપિયા ધોવાયા. જ્યારે બજારના નેગેટિવ સેન્ટિમેન્ટના લીધે બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ માં અનુક્રમે 4. 17 અને 4. 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
Also read: શેરબજારની નબળાઈનું કારણ વાઇરસ નથી તો શું છે? જાણો આજનું કારણ
નબળી કોર્પોરેટ કમાણીએ બજારના સેન્ટિમેન્ટને અસર કરી
હાલ ભારત ઉપરાંત વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. તેમજ ભારતના રૂપિયા સામી ડોલર મજબૂત થયો છે. જ્યારે બોન્ડ યીલ્ડમાં વધારો થયો અને ઉભરતા બજારો ઓછા આકર્ષક બન્યા. આ ઉપરાંત જીડીપી વૃદ્ધિમાં તાજેતરની મંદી અને ઊંચા મૂલ્યાંકન વચ્ચે નબળી કોર્પોરેટ કમાણીએ બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે.