આમચી મુંબઈ

અકસ્માતમાં રાહદારીએ જીવ ગુમાવ્યાના સાડાછ વર્ષે અંધેરી પોલીસે ગુનો નોંધ્યો!

મુંબઈ: અંધેરી સ્ટેશન નજીક હિટ ઍન્ડ રનના પ્રકરણમાં રાહદારીએ જીવ ગુમાવ્યાના સાડાછ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો હતો. કેસની તપાસ થવા છતાં અધિકારીની બદલીને કારણે ગુનો નોંધવાની પ્રક્રિયા પૂરી થઈ શકી નહોતી, પરંતુ વરિષ્ઠ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લેતાં અંધેરી પોલીસે તાજેતરમાં ગુનો નોંધ્યો હતો. એફઆઈઆર અનુસાર 28 જૂન, 2018ની રાતે ક્ધટ્રોલ રૂમમાંથી એક શખસ રેલવે સ્ટેશન નજીક ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાની માહિતી અંધેરી પોલીસને મળી હતી. માહિતી મળતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જખમી શખસને કૂપર હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન 30 જૂન, 2018ના રોજ તેનું મૃત્યુ થયું હતું.

Also read: મુંબઈના દરિયામાં ફરી અકસ્માતઃ માછીમારોની બોટ સાથે શિપ ટકરાઈ

ઘટનાને પગલે પોલીસે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ બાદશાહ તરીકે થઈ હતી. પોસ્ટમોર્ટમના અહેવાલમાં અકસ્માતને કારણે બાદશાહનું મૃત્યુ થયું હોવાનું જણાવાયું હતું. કહેવાય છે કે આ મામલાની તપાસ ઑક્ટોબર, 2022માં પૂરી થઈ હતી, પરંતુ તપાસ અધિકારી અને પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરની બદલી થતાં ગુનો નોંધવાની પ્રક્રિયા અટકી પડી હતી. હાલમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ડૉ. શશિકાંત ભોસલેના ધ્યાનમાં આ મામલો આવ્યો હતો. તેમણે તાત્કાલિક ગુનો નોંધવાની સૂચના આપતાં પોલીસે અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button