થાણેની હોટેલમાં આગ: ગૂંગળામણથી બિલાડીનું મૃત્યુ
થાણે: થાણેમાં આવેલી હોટેલના પરિસરમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી, જેતાં આખી હોટેલ સળગી ગઇ હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી, પણ ધુમાળોને કારણે ગૂંગળામણથી બિલાડીનું મૃત્યુ થયું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે થાણેમાં ઉપવન તળાવની નજીક આવેલી બોમ્બે ડક હોટેલમાં સોમવારે સવારે 6.15 વાગ્યે આગ લાગી હતી. આગની જાણ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ અને અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને સવારે 7.45 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો.
Also Read:થાણેમાં નાળામાંથી શખસનો મૃતદેહ મળ્યો
આગમાં હોટેલનું ફર્નિચર, એર કન્ડિશનર્સ, ટેલિવિઝન સેટ્સ, કમ્પ્યુટર્સ, બાર કાઉન્ટર, ફ્રીજ તથા ઇલેક્ટ્રિકલ વાયરિંગ બળીને ખાક થઇ ગયાં હતાં. ધુમાળાને કારણે હોટેલની અંદર બિલાડીનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું અને જવાનોને બાદમાં તેનો મૃતદેહ પરિસરમાંથી મળી આવ્યો હતો. હોટેલમાં આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નહોતું, એમ તડવીએ કહ્યું હતું. (PTI)