Akshay Kumarને નડ્યો એક્સિડન્ટ? સશસ્ત્ર સીમા બળના જવાનોએ બચાવ્યો…
બિહારઃ હેડિંગ વાંચીને તમે પણ જો વિચારી રહ્યા છો કે અહીં બોલીવૂડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ની વાત થઈ રહી છે તો ભાઈ એવું નથી. આ તો અહીં બિહારના અક્ષય કુમાર નામના એક યુવકની વાત થઈ રહી છે. સશસ્ત્ર સીમા બળ (SSB)ના જવાનોએ પટનામાં એક યુવકનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર જહાનાબાદના પારસ બિગહા નિવાસી 26 વર્ષીય અક્ષય કુમાર બાઈક પર પટનાથી હાજીપુર જોડીને ગાંધી સેતુ પરથી પસાર થઈ રહ્યો હતો અને એ સમયે તેની બાઈક ગંગા નદીમાં પડી ગઈ હતી. ઘટનાની માહિતી મળતી જ તરત જ એસએસબીના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને આ યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
આ પણ વાંચો : અક્ષય કુમારની ભૂત બંગલા ફિલ્મના શૂટિંગના થયા શ્રીગણેશઃ તબ્બુએ પોસ્ટ શેર કરી…
રેસ્ક્યુ ઓપરેશન બાદ તરત જ ફોર્સના જવાનોએ અક્ષય કુમાર નામના આ યુવકને ફર્સ્ટ એઈડ આપવામાં આવી હતી. આ સિવાય અક્ષય કુમારને વધુ સારવાર માટે નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિપલ ખાતે લઈ જવામાં આવી હતી. અહીં સારવાર આપ્યા બાદ અક્ષય કુમારની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે.
સશસ્ત્ર સીમા બળના વરિષ્ઠ અધિકારીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આપાતકાલીન સ્થિતિઓમાં સશસ્ત્ર સીમા બળના જવાનો નાગરિકની સુરક્ષા માટે તત્પર છે. તેમણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરનારા જવાનોને તેમની બહાદુરીની પ્રશંસા કરી હતી.