સ્પોર્ટસ

IPL 2025માં શિસ્ત ભંગ કરનાર ખેલાડીઓ થશે કડક સજા! ગવર્નિંગ કાઉન્સિલે લીધો મોટો નિર્ણય

મુંબઈ: ક્રિકેટ ચાહકો માટે આ વર્ષ સતત એક્શનથી ભરપુર રહેવાનું છે, ફેબ્રુઆરીમાં શરુ થનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 9મી માર્ચ સુધી ચાલશે, ત્યાર બાદ માર્ચ મહિનાના અંતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2025)ની શરૂઆત થશે. ક્રિકેટ રસિયાઓ IPLની આગામી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2025ની શરૂઆત માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થઇ શકે છે. એ પહેલા IPLની ગવર્નિંગ કાઉન્સિલે એક મોટો નિર્ણય લીધો છે, IPL દરમિયાન મેદાન પર ખેલાડીઓની શિસ્ત સંબંધિત ઘણા નિયમો કડક બનાવવામાં આવ્યા છે.

ICCની આચારસંહિતાનું પાલન થશે:
IPL ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે એક બેઠકમાં 21 માર્ચથી શરૂ થતી આગામી સીઝનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આચારસંહિતાનું પાલન (Code of Conduct) કરવાનો નિર્ણય લીધો છે. ICCની આચારસંહિતા અંતર્ગત, ખેલાડીઓને લેવલ 1, 2 અને 3 ના ઉલ્લંઘન માટે ICC નિયમો અનુસાર સજા કરવામાં આવશે.

એક અહેવાલ મુજબ ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યએ જણાવ્યું હતું, “હવેથી, IPLમાં ICC ની T20I રમતની શરતોનું પાલન કરવામાં આવશે. પહેલા લીગના પોતાના નિયમો હતા, પરંતુ હવે ICC દ્વારા નક્કી કરાયેલી આચારસંહિતા લાગુ કરવામાં આવશે.”

આ પણ વાંચો : ‘પ્રિય ક્રિકેટ, મને વધુ એક તક આપ’… આવું કહેનાર ભારતનો ટ્રિપલ સેન્ચુરિયન જબરદસ્ત ફોર્મમાં છે…

આ ખેલાડી રહ્યો વિવાદમાં:
નોંધનીય છે કે ગત સિઝનમાં ઘણા ખેલાડીઓએ નિયમોનો ભંગ કર્યો હતો. ગત સિઝનમાં 10 ખેલાડીઓ પર આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર હર્ષિત રાણા સાથે જોડાયેલો વિવાદ જાણીતો છે. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન મયંક અગ્રવાલને આઉટ કર્યા પછી ફ્લાઇંગ કિસ આપીને તેણે નિયમનો ભંગ કર્યો. આ માટે તેને તેની મેચ ફીના 60% દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, હર્ષિતે દિલ્હી કેપિટલ્સ સામે પણ ખૂબ આક્રમક રીતે વિકેટની ઉજવણી કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ માટે તેને મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો હતો અને એક મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button