43 વર્ષીય એમ એસ ધોનીએ ટેનિસ કોર્ટમાં બતાવી ગજબની સ્ફૂર્તિ; જુઓ વિડીયો…
રાંચી: આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના વર્ષો બાદ પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિયતા યથાવત રહી છે, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સના મેચ દરમિયાન તેને જોવા દર્શકોનું ઘોડાપુર ઉમટી પડે છે. રવિવારે કન્ટ્રી ટેનિસ ચેમ્પિયનશિપ 2025 ની ફાઇનલ મેચ રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીએ હાજરી (MS Dhoni in Tennis Championship) આપી હતી. આ દરમિયાન માહી ટેનિસ રમતો જોવા મળ્યો હતો. ધોની ટેનિસમાં જોરદાર પ્રદર્શન કરીને જોનારા ચાહકોને ચોંકાવી દીધા.
આ પણ વાંચો : Yuvraj Singh વર્લ્ડ કપ દરમ્યાન કેન્સરથી મરી જાત તો ગર્વ થાત, પિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન…
ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા:
ચેમ્પિયનશિપના ફાઈનલ પહેલા રમાયેલી એક્ઝિબિશન મેચમાં ધોનીએ ટેનિસમાં પર હાથ અજમાવ્યો હતો. તેણે શાનદાર સર્વિસ અને બેકહેન્ડ કર્યા હતા. ટેનિસ ચેમ્પિયનશિપના એક્ઝિબિશન મેચ પછી એવોર્ડ સમારંભ દરમિયાન ધોનીએ વિજેતા ખેલાડીઓનું સન્માન પણ કર્યું. રોહિત અને સુમિતની જોડીએ ડબલ્સનો ખિતાબ જીત્યો જ્યારે સુમિત કુમાર બજાજે સિંગલ્સનો ખિતાબ પણ જીત્યો.
ધોનીને જોવા માટે આજે મોટી સંખ્યામાં ચાહકો રાંચીના જેએસસીએ સ્ટેડિયમ પહોંચ્યા હતા. ધોનીની ટેનિસ સર્વિસ, બેકહેન્ડ અને નેટ પર જોરદાર પ્રદર્શન કર્યું હતું. ચાહકો તાળીઓના ગડગડાટથી ધોનીને વધાવ્યો હતો.
આ પણ વાંચો : દિવ્યાંગ ક્રિકેટરોની ભારતીય ટીમે પાકિસ્તાનને 51 રનમાં આઉટ કરીને મેળવ્યો વિજય
શું કહ્યું ધોનીએ:
એવોર્ડ સમારંભ દરમિયાન, ધોનીએ બધા ટેનિસ ખેલાડીઓની પ્રતિભાની પ્રશંસા કરી. માહીએ કહ્યું કે આગામી દિવસોમાં નવી ટેનિસ પ્રતિભાઓ બહાર આવશે. ત્યાર બાદ માહીએ આ દરમિયાન ચાહકો સાથે ફોટો પણ પડાવ્યા. ટેનિસ મેચ પછી, માહીએ ઘણો સમય ચાહકો સાથે વિતાવ્યો.