મુંબઈ: વર્લ્ડ કપ બાદ ક્રિકેટની રમતમાં સૌથી મહત્વની ગણાતી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ (Champions Trophy 2025) જોઈ રહ્યા છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનની યજમાની હેઠળ હાઇબ્રિડ મોડેલમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં વન ડે ક્રિકેટની ટોચની 8 ટીમ ભાગ લેશે.
GROUP-A:
ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને 23 ફેબ્રુઆરીના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણે આ દિવસે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે હાઈપ્રોફાઈલ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન બંનેનેની ટીમને A ગ્રુપ રાખવામાં આવી છે. ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશને પણ A ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
GROUP-B:
જ્યારે ગ્રુપ Bમાં દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટની પહેલી મેચ મેચ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 9 માર્ચે રમાશે.
ટીમ ઈન્ડિયા બધી ગ્રુપ મેચ પાકિસ્તાનની ભાર UAEના દુબઈમાં રમાશે જો ભારત સેમિફાઇનલ અને ફાઇનલ માટે ક્વોલીફાય થાય તો આ મેચ પણ દુબઈમાં રમશે.
આ ટુર્નામેન્ટને આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક ટીમ પૂરી મહેનત કરી રહી છે. આ ટુર્નામેન્ટ માટે મોટાભાગના દેશોના ક્રિકેટ બોર્ડે ટીમોની જાહેરાત કરી દીધી છે, જયારે ભારત સહીત કેટલાક દેશોના બોર્ડ હજુ પણ યોગ્ય ટીમ પસંદ કરવા ચર્ચા કરી રહ્યા છે.
આ પણ વાંચો : આઇપીએલના આરંભની તારીખ આવી ગઈ, સ્થળોની જાહેરાત હવે પછી થશે
નજર કરીએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની ટીમો પર:
ભારત: હજુ ટીમ જાહેર કરવામાં આવી નથી.
બાંગ્લાદેશ:
નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તંજીદ હસન, તૌહીદ હૃદય, મુશફિકુર રહીમ, મોહમ્મદ મહમુદુલ્લાહ, ઝાકર અલી અનિક, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઇમોન, નસુમ અહેમદ, તન્ઝીમ હસન સાકિબ, નાહિદ રાણા.
ન્યૂઝીલેન્ડ:
મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, વિલ ઓ’રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીઅર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ.
પાકિસ્તાન: હજુ ટીમ જાહેર કરવામાં આવી નથી.
અફઘાનિસ્તાન:
હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, ઇકરામ અલીખિલ, ગુલબદીન નાયબ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, એએમ ગઝનફર, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નવીદ ઝદરાન.
રિઝર્વ: દરવિશ રસુલી, નાંગ્યાલ ખારોતી, બિલાલ સામી.
ઇંગ્લેન્ડ:
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઇડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.
ઓસ્ટ્રેલિયા:
પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા.
દક્ષિણ આફ્રિકા: હજુ ટીમ જાહેર કરવામાં આવી નથી.