ટોપ ન્યૂઝનેશનલ

મહાકુંભમાં થશે બે લાખ કરોડથી વધુનો વેપાર, બનશે મેગા માર્કેટિંગ ઇવેન્ટ…

પ્રયાગરાજઃ સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભનો આરંભ થઈ ચૂક્યો છે. આજે પ્રથમ શાહી સ્નાન છે. સવારે 10.30 કલાક સુધીમાં 55 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભમાં દરરોજ એક કરોડ જેટલા લોકો આવશે. એક અંદાજ મુજબ મહાકુંભ દરમિયાન રૂપિયા બે લાખ કરોડથી વેપાર થવાની ધારણા છે.

આ પણ વાંચો : મહાકુંભની થઈ શરૂઆત, 144 વર્ષ બાદ બન્યો આ દુર્લભ સંયોગ…

વિવિધ કંપનીઓ મહાકુંભમાં માર્કેટિંગ પર આશરે 3600 કરોડ રૂપિયા ખર્ચ કરશે. એફએમસીજી કંપનીઓથી લઈ બેંકો અને સ્ટાર્ટઅપ સુધીના તમામ લોકો તેમની બ્રાન્ડ્સને મહાકુંભમાં પ્રમોટ કરવા તથા નવા ઉત્પાદન લૉન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીઓ તેમના ઉત્પાદનની 40 કરોડથી વધુ લોકો સુધી સીધી જ પહોંચ બનાવવાનો મોટો અવસર જોઈ રહી છે. આ મેગા ધાર્મિક આયોજનને બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોને પ્રમોટ કરવાનો મોટો અવસર માની રહી છે. મહાકુંભ મેળાના કેટલાક વિસ્તારમાં વિવિધ કંપનીના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. મોટાભાગની કંપનીએ મહાકુંભને ધ્યાનમાં રાખી પ્રોડક્શન પણ વધાર્યું છે.

બિઝનેસ એન્ડ બ્રાન્ડ એક્સપર્ટ અનુસાર, કંપનીઓ મહાકુંભ દરમિયાન વિજ્ઞાપન અને માર્કેટિંગ પર આશરે 3600 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તેમાં 25 ટકા આઉટડોર જાહેરાત પર ખર્ચ કરવામાં આવશે. મહાકુંભ જેવા મોટા આયોજનો બ્રાન્ડને મોટો મોકો આપે છે. જેના કારણે ડિમાન્ડમાં વધારો થાય છે. ઉપરાંત બ્રાન્ડ માટે એક ટેસ્ટિંગ ગ્રાઉન્ડની જેમ કામ કરે છે. આ દરમિયાન નવા ઉત્પાદનો પર ગ્રાહકોની પ્રતિક્રિયા જાણી શકાય છે અને વ્યૂહરચના બનાવી શકાય છે.

આ પણ વાંચો : Mahakumbh 2025: કુંભમાં જામ્યું છે એમ્બેસેડર બાબા, રબડી બાબાનું આકર્ષણ…

મહાકુંભમાં કેટલીક એફએમસીજી કંપનીઓ મહિલાઓ માટેના ઘાટ પર બનાવવામાં આવેલા ચેન્જિંગ રૂમ આસપાસ બેબી કેર પ્રોડક્ટ્સને પ્રમોટ કરી રહી છે. અનેક સ્ટાર્ટઅપ પણ તેમની બ્રાન્ડ અને સર્વિસને પ્રમોટ કરવા માટે મહાકુંભમાં દિલ ખોલીને ખર્ચ કરી રહી છે અને લોકોનું ધ્યાન આકર્ષવા કેટલાક અનોખા આઇડિયા અપનાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button