ગુજરાત ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે હાઇ કોર્ટમાં કેમ થઈ અરજી?
અમદાવાદઃ ગુજરાત ભાજપના (Gujarat BJP) પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર (Prantij MLA Gajendrasingh Parmar) સામે હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગાંધીનગર સેકટર-21માં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં તેમની સામે કોઇ કાર્યવાહી નહીં થતાં હોઇ કોર્ટમાં અરજી થઇ છે. ગુજરાત હાઇ કોર્ટની (Gujarat High Court) સૂચના બાદ ગુનો નોંધાયા છતાં પોલીસને હજુ સુધી ધારાસભ્યની કોઇ ભાળ મળી નથી. આ સિવાય તેમની સામે આબુ રોડ (Abu Road) અને જોધપુરમાં પણ ગુનો નોંધાયો છે. ધારાસભ્ય દ્વારા ખાનગી માણસો મોકલીને આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના પછી શ્વાસની તકલીફના કેસો વધ્યા, દર કલાકે નોંધાઈ રહ્યા છે આટલા કેસ…
શું છે મામલો
ભાજપના મહિલા કાર્યકર સાથે ગાંધીનગર સેક્ટર-21માં આવેલા સદસ્ય નિવાસમાં દુષ્કર્મ કરવાના મામલે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ 19 ઓક્ટોબર, 2024ના રોજ ગુજરાત હાઇ કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. ગુજરાત હાઇ કોર્ટે ફરિયાદ નોંધવાની સાથે કોઇના પણ દબાણમાં આવ્યા વગર તટસ્થતાથી તપાસ કરવા હુકમ કર્યો હતો. ગુનો નોંધાયા બાદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરાર થઈ ગયા છે અને તેમની કોઇ કડી મળી નથી.
આ બાબતને સાડા ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે. ફરિયાદી દ્વારા અગાઉ બે વખત પોલીસને આક્ષેપિત ધારાસભ્યની હાજરી અંગે ચોક્કસ માહિતી આપવામાં આવી હતી.. પરંતુ પોલીસે આજદિન સુધી કોઇ કામગીરી કરી નથી. જેથી પીડિત મહિલાએ ગુજરાત હોઇ કોર્ટમાં પોલીસ દબાણમાં આવીને કેસની તપાસ કરતી હોવાની અરજી કરી હતી. જે અંગે હાઇ કોર્ટમાં સુનાવણી થશે.
આ પણ વાંચો : અમરેલી લેટર કાંડઃ જિલ્લા પોલીસ વડાએ શું કરી મોટી કાર્યવાહી? જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે ગજેન્દ્રસિંહ પરમાર સામે ગાંધીનગર ઉપરાંત રાજસ્થાનના આબુરોડ અને જોધપુરમાં ફરિયાદ નોંધાઇ છે. આ કેસમાં પણ પોલીસની શંકાસ્પદ કામગીરી રહી છે.