Health Tips: શિયાળામાં તલ સો ટકા ફાયદો કરે છે, પણ તલ ખાવાની સાચી રીત જાણો છો?
શિયાળો સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ માનવામાં આવે છે. ખાસ કરીને મકરસંક્રાંતીમાં તલસાંકળી જેને મરાઠીમાં તિલગુડ કહેવામાં આવે છે તે ખાવા-ખવડાવવાનો ખાસ રિવાજ છે. જોક આખો શિયાળો તલનું તેલ, અને તલ લોકો વિવિધ વસ્તુઓમાં ખાય છે, પરંતુ તલ જો સ્વાસ્થ્ય માટે ખાવામાં આવે તો તેને ખાવાની ખાસ રીતે છે તો ચાલો જાણીએ નિષ્ણાતોના મતે તલ કઈ રીતે ખાવા જોઈએ.
તલ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર
તલ એ શરીરને ગરમી પ્રદાન કરતી વસ્તુ છે, જેને લોકો શિયાળામાં ખૂબ જ ખાય છે. આ એક પાવરફૂડ છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ઘણી બીમારીઓથી બચવામાં મદદરૂપ છે. પરંતુ, તલ ખાવાની સાચી રીત બહુ ઓછા લોકો જાણે છે. લોકો તલ એ રીતે ખાય છે કે શરીરને ફાઈબર અને પ્રોટીન મળતું નથી. તો તલ ખાવાની સાચી રીત જાણો
તલ આ રીતે ખાઓ
દરરોજ તલનું સેવન કરવું હોય તો સૌથી સહેલો રસ્તો એ છે કે તેને પલાળી રાખો. ત્યારબાદ આ તલને તમારા બ્રેકફાસ્ટની જે પણ કોઈ વસ્તુ બની હોય તેના પર ભભરાવી ખાઓ. આ સિવાય તમે દરરોજ તલમાંથી બનેલી સ્મૂધી ઉપયોગમાં લઈ શકો છો. જે તમારા શરીરમાં ફાઈબર ઉમેરવાની સાથે ઘણી સમસ્યાઓથી પણ બચાવી શકે છે. આ સિવાય તલમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીરને એનર્જી આપવામાં મદદ કરે છે.
આ રીતે પણ તલને ખાઈ શકાય
તલને પાણીમાં પલાળી રાખો અને પછી તેને બહાર કાઢીને તેમાં મધ મિક્સ કરીને ખાઈ શકાય દૂધમાં પલાળી તે દૂધ ઉપયોગમાં લઈ શકાય, દૂધ ગરમ કરો અને તેમાં તલ ઉમેરો અને આ દૂધનુ સેવન કરો. એ જ રીતે સલાડ પર ભભરાવીને પણ તલ ખાઈ શકો.
આ પણ વાંચો…રોજ રાતે દીપડાઓના પરિવાર વચ્ચે ઊંઘે છે આ ફોરેસ્ટ ગાર્ડ, વીડિયો જોઈલો…
વિશેષ નોંધઃ આ લેખ અમારા સંશોધન અનુસાર લખાયો છે. તમે તમારા તબીબી નિષ્ણાતની સલાહને અનુસરો તે આવશ્યક છે.