પગંત સારા ચગશે તેવો વર્તારો આપ્યો હવામાનેઃ સવારે ઠંડી અને સુસવાટા સાથે પવનથી ગુજરાત ઠર્યુ…
અમદાવાદ: ગુજરાતમાં આજે વહેલી સવારથી સૂસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશા બદલાતા હવામાનમાં પલટો પણ આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતમાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થયો છે. જેના પગલે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરોના સરેરાશ લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લોકો ઠુંઠવાયા હતા.
આ પણ વાંચો : અબોલ પ્રાણીઓના કલ્યાણ માટે ઉત્તરાયણથી રાજ્યમાં ઉજવાશે “પ્રાણી કલ્યાણ પખવાડીયું”…
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. જોકે ત્યારપછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ફરી વધારો થશે તેવી પણ આગાહી છે ત્યારે આવતીકાલે ઉતરાયણમાં પતંગરસિયાઓને ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah સોમવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, રાજકીય બેઠકની પણ શક્યતા
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગતરોજ નલિયામાં 6 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતાં લોકો ઠુંઠવાયા હતા. આ સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો ઘટાડો હતો. જોકે બીજી બાજુ પોરબંદર, રાજકોટ, અમરેલી, ભુજ, ડીસા, જામનગરમાં પણ તાપમાન ગગડ્યું હતું. આ તમામ શહેરોમા લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી 12 ડીગ્રીની વચ્ચે રહ્યુ હતું. જ્યારે અમદાવાદમા લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું.