ગુજરાતમાં કોરોના પછી શ્વાસની તકલીફના કેસો વધ્યા, દર કલાકે નોંધાઈ રહ્યા છે આટલા કેસ…
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Coronavirus) પછી શ્વાસ લેવા સંબંધિત તકલીફના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં શ્વાસ લેવામાં તકલીફ સંબંધિત ઈમરજન્સીમાં 33 ટકા જેટલો વધારો થયો છે. રાજ્યમાં વર્ષ 2023માં શ્વાસ લેવામાં તકલીફ થતાં 91,657 લોકોને 108 દ્વારા હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા. જ્યારે વર્ષ 2024માં 1,22,422 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમ વર્ષ 2023માં શ્વાસ લેવા સંબંધિત તકલીફના રોજના 251 કોલ્સ હતા, જે વર્ષ 2024માં વધીને રોજના 336 કેસ થયા હતા. આમ દર કલાકે 14 કેસ નોંધાયા હતા. શ્વાસ લેવામાં તકલીફની શરૂઆત હૃદય રોગની બીમારીના સંકેત પણ મનાય છે.
કયા શહેરમાં કેટલા નોંધાયા કેસ
ગુજરાતમાં વર્ષ 2023માં શ્વાસ સંબંધિત કેસ અમદાવાદમાં 24493 કેસ નોંધાયા હતા જે વર્ષ 2024માં વધીને 32031 થયા હતાં. સુરતમાં વર્ષ 2023માં 7860 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 11263 કેસ થયા હતાં. વડોદરામાં વર્ષ 2023માં 6019 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 7277 કેસ થયા હતાં. રાજકોટમાં વર્ષ 2023માં 4462 કેસ નોંધાયા હતા જે 2024માં વધીને 6079 કેસ થયા હતાં.
આ પણ વાંચો : ‘કોઈ પાન-માવાની પિચકારી મારે તો ધોકા લઇને બહાર નીકળો’, હર્ષ સંઘવીએ મહિલાઓને આપી સલાહ
જ્યારે દાહોદમાં વર્ષ 2023માં 3194 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 4558 કેસ થયા હતાં. કચ્છમાં વર્ષ 2023માં 3145 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 3880 કેસ થયા હતાં. આણંદમાં વર્ષ 2023માં 2955 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 3841 કેસ થયા હતાં. ભાવનગરમાં વર્ષ 2023માં 3237 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 3974 કેસ થયા હતાં.
તેમજ જામનગરમાં વર્ષ 2023માં 2501 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 3316 કેસ થયા હતાં. ગાંધીનગરમાં વર્ષ 2023માં 2482 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 3040 કેસ થયા હતાં. વલસાડમાં વર્ષ 2023માં 2004 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 3181 કેસ થયા હતાં. ખેડામાં વર્ષ 2023માં 2594 કેસ નોંધાયા હતા, જે 2024માં વધીને 3027 કેસ થયા હતાં.
રાજ્યમાં કોરોના પછી શ્વાસ લેવા સંબંધિત તકલીફની સાથે ફેફસાંમાં ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે. ઝેરી હવા, ઉડતી ધૂળની રજકણો જેવા કારણો પણ તેના માટે જવાબદાર છે. ભેજવાળા વાતાવરણમાં અસ્થમા, દમના દર્દીઓની સંખ્યા એકંદરે વધી છે.