બોલણહારો ક્યાંથી આવ્યો?
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
સુણો રે નર જ્ઞાની રે, કહી સમજાવો રે,
બોલણહારો ક્યાંથી આવ્યો રે..
ધરણી ગગન આકાશ નોતા રે,
નોતા ચંદાને સૂરા,
ઈ રે ભજનકી રે કરી લેવી ખોજના,
જેને સતગુરુ મળ્યા હોય પૂરા..
સુણો રે નર જ્ઞાની રે, કહી સમજાવો રે,
બોલણહારો ક્યાંથી આવ્યો રે..
જળ ને થળ રે કોઈ રંગ નોતા,
નોતા આકાશે શેષ મહેશા,
રામ લખનના જેદિ જલમ ભી નોતા,
તે દિ સેવા કોની કરતા રે..
સુણો રે નર જ્ઞાની રે, કહી સમજાવો રે,
બોલણહારો ક્યાંથી આવ્યો રે..
ધરથી અધર કરી રાખો રે,
રાખો અધરથી ઓરા,
સાહેબ કબીર કહે એને અમર કરી થાપો,
જે કોઈ હોયે હમેરા..
સુણો રે નર જ્ઞાની રે, કહી સમજાવો રે,
બોલણહારો ક્યાંથી આવ્યો રે..
કબીરસાહેબ કઠિન તપશ્ર્ચર્યા ને બાહ્ય ક્રિયાકાંડોમાં બદ્ધ, પંથ-સંપ્રદાયોનાં બંધનોમાં બંધાઈને પરંપરિત વિધિવિધાનોનું આંધળું અનુસરણ કરનારા, અનુસરણ કરાવનારા સાધુ-સંન્યાસીઓને શીખ આપે છે કે સંસારનો, માયાનો ને બ્રહ્મનો ભેદ-ભરમ જાણવો હશે તો બધું જ છોડીને માત્ર ને માત્ર ભજનનો આશરો લેવો પડશે. ભજન એટલે જીવનસાધના, ભજન એટલે જીવતરનો મરમ, ભજન એટલે અક્ષરાતીતમાં ઓગળી જવું તે.
ગુજરાતમાંં કબીર સંપ્રદાય-પંથની અનેકાનેક શાખાઓએ પોતપોતાની સાધના પરંપરાઓ વિક્સાવી છે. એમાં ‘શબ્દ સૂરતયોગ’ હોય કે ‘નામ-વચનની સાધના’, ‘નૂરત-સૂરતની સાધના’ કહેતા હોય કે ‘સહજ યોગ’, પણ મુખ્ય સાધના વાણી કે શબ્દ-શબદ, શુક્ર, મન અને પવન સાથે સંબંધ ધરાવે છે. ગુજરાતનાં ગામડાંઓમાં કંઠસ્થ પરંપરાથી લોકભજનિકોના કંઠે સચવાતી અને પેઢી દર પેઢી ગવાતી રહેલી કબીર સાહેબની કેટલીય રચનાઓ જુદા જુદા સાધનામાર્ગોની ઓળખ કરાવે છે.
અલખની ઓળખાણનો પોતાનો અનુભવ લગભગ તમામ સંત-કવિઓએ પોતાની વાણીમાં વર્ણવ્યો છે. અષ્ટાંગ યોગ દ્વારા મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર સુધીનાં ષટચક્રો ભેદીને કુંડલિની શક્તિ સહસ્ત્રારમાં આવે અને પરમાત્મ-સાક્ષાત્કાર થાય ત્યાં સુધીમાં સાધકને જુદાજુદા અનેક અલૌક્કિ અનુભવો થતા હોય છે, આ સ્વાનુભવ શબ્દ દ્વારા વ્યક્ત કરવો હોય તો પરંપરિત રૂઢ પરિભાષા દ્વારા જ થઈ શકે અને એનો અર્થ સંતવાણીની પરંપરા કે પદાવલિના જાણકાર-મરમી પાસેથી જ સાંપડે.
અલખને લખવા આપણી સામાન્ય બોલી કે ભાષા કામ નથી આવતી, એ માટેે તો આશરો લેવો પડે અવળવાણીનો. ગૂઢ રહસ્યાત્મક ઉક્તિઓની આ પરંપરાનાં મૂળ છેક વેદો સુધી પહોંચે છે, પણ સંતવાણી પ્રવાહમાં કબીર એના વિશિષ્ટ ને વિરલ પુરર્સ્ક્તા છે. કબીર-ગોરખની અવળવાણી શબ્દફેરે-ભાષાફેરે આજ સુધીના તમામ ભજનિક કવિઓ સુધી વિસ્તરતી રહી છે.
જેના ઉપર સદ્ગુરુની કૃપા થઈ હોય એ, ગુરુ સામે બાળક થઈને, નિર્દોષ-નિષ્પાપ થઈને જો જિજ્ઞાસાથી પ્રશ્ન કરે તો ગુરુ સાચો ઉકેલ જરૂર આપે, પણ આ માર્ગ સત્યનો છે, પ્રેમનો છે, દયા અને કરુણાનો છે. સંતની સેવા અને સાધનાનો છે. સંત મળી જાય પછી નિત્ય ઓચ્છવ, નિત્ય લીલા ને કાયમના મેળા. મરજીવા જેમ દરિયામાંથી તળિયે જઈને અમુલખ મોતી ગોતીને લઈ આવે એમ સાચું જ્ઞાન તો અંતરમાંથી જ પ્રાપ્ત થાય, પછી એને ક્યારેય ખોટ ન આવે, તૂટો ન આવે…
મન લાગો મેરો યાર ફકીરીમેં…
જો સુખ પાવો રામ ભજનમેં,
સો સુખ નાહીં અમીરીમેં..
ભલા બુરા સબકા સુનિ લીજૈ,
કર ગુજરાન ગરીબીમેં..
મન લાગો મેરો યાર ફકીરીમેં…0
પ્રેમ નગરમેં રહની હમારી,
ભલી બન આઈ સબૂરીમેં..
હાથમેં કૂંડી, બગલમેં સોટા,
ચારોં દિસિ જાગીરીમેં..
મન લાગો મેરો યાર ફકીરીમેં…0
આખિર યહ તન ખાક મિલેગા,
કહાં ફિરત મગરૂરીમેં..
કહા કબીર સુનો ભઈ સાધુ,
સાહિબ મિલૈ સબૂરીમેં…
મન લાગો મેરો યાર ફકીરીમેં…
***
ઊઠ, જાગ મુસાફિર ભોર ભઈ,
અબ રૈન કહાં જો સોવત હૈ,
જો સોવત હૈ સો ખોવત હૈ,
જો જાગત હૈ સો પાવત હૈ..
ઊઠ, જાગ મુસાફિર ભોર ભઈ,
અબ રૈન કહાં જો સોવત હૈ….0
નીંદસે અખિયાં ખોલ જરા,
ઓ ગાફિલ રબ સે ધ્યાન લગા,
યહ પ્રીત કરનકી રીત નહીં,
રબ જાગત હૈ તૂ સોવત હૈ..
ઊઠ, જાગ મુસાફિર ભોર ભઈ,
અબ રૈન કહાં જો સોવત હૈ….0
અય જાન, ભુગત કરની અપની,
ઓ પાપી પાપમેં ચૈન કહાં?
જબ પાપકી ગઠરી સીસ ધરી,
ફિર સીસ પકડ ક્યોં રોવત હૈ?.
ઊઠ, જાગ મુસાફિર ભોર ભઈ,
અબ રૈન કહાં જો સોવત હૈ….0
જો કાલ કરે સો આજ કર લે,
જો આજ કરે સો અબ કર લે,
જબ ચિડિયન ખેતી ચુગિ ડાલી,
ફિર પછતાયે ક્યા હોવત હૈ?..
ઊઠ, જાગ મુસાફિર ભોર ભઈ,
અબ રૈન કહાં જો સોવત હૈ….0