Mahakumbh 2025: કુંભમાં જામ્યું છે એમ્બેસેડર બાબા, રબડી બાબાનું આકર્ષણ…
પ્રયાગરાજ: ભારતની આસ્થા અને ભક્તિના સંગમ સમાન મહાકુંભ 2025ની આગામી 13 મી જાન્યુઆરીથી 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે શરૂઆત થવા જઈ રહી છે. મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ દરમિયાન અહી સાધુ સંતોનો મેળાવડો જાગ્યો છે. આમાંના કેટલાક સાધુ-સંતો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેમ કે “એમ્બેસેડરબાબા”, “ચાય વાલે બાબા”, “પર્યાવરણ બાબા” અને “રુદ્રાક્ષ બાબા”. ચાલો જાણીએ કઈ રીતે બન્યા છે બાબા આકર્ષણનું કેન્દ્ર.
આ પણ વાંચો : Mahakumbh 2025 : મહાકુંભમા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો, કયુઆર કોડ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરાયો
એમ્બેસેડર બાબા
મહાકુંભમાં મધ્યપ્રદેશથી એમ્બેસેડર બાબા (Ambassador Baba)પણ પહોંચી ગયા છે. તેમની પાસે 52 વર્ષ જૂની ગાડી છે. તે પોતાની કારને પોતાની માતા માને છે. કાર તેની દુનિયા છે અને તે તેમાં જ રહે છે. લોકો તેમને ટારઝન બાબા પણ કહે છે. તેમનું સાચું નામ મહંત રાજગીરી છે.
રબડી બાબા
મહાકુંભમાં આવેલા એક સાધુનું નામ છે રબડી બાબા (Rabdi Baba). તેમનું સાચું નામ શ્રી મહંત દેવગિરી છે, તેઓ શ્રી પંચાયતી અખાડા મહાનનિર્વાણિના સાધુ છે. તેઓ દરરોજ સવારે 8 વાગ્યાથી મોડી રાત સુધી એક મોટા તપેલામાં દૂધ ઉકાળે છે અને તેમાંથી મલાઇદાર રબડી બનાવે છે. આ રબડી ભક્તોને વિનામૂલ્યે પીરસવામાં આવે છે. તેમની આ સેવા જોઈને, બધા તેમના વખાણ કરી રહ્યા છે.
ચા વાળા બાબા
મહાકુંભમાં ચા વાળા બાબા (Chai wale Baba)પણ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમનું સાચું નામ દિનેશ સ્વરૂપ બ્રહ્મચારી છે. તે છેલ્લા 40 વર્ષથી મૌન વ્રત પાળે છે અને ખોરાક લીધા વિના અને ફક્ત 10 કપ ચા પીને જીવે છે. વળી ખાસ વાત એ છે કે તેઓ IAS બનવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મફત કોચિંગ આપે છે અને તેમને WhatsApp દ્વારા માર્ગદર્શન આપે છે.
પર્યાવરણ બાબા
અહી એક બાબાની ઓળખ પર્યાવરણ બાબા (enviroment baba) તરીકે છે અને તેમનું સાચું નામ અરુણ ગિરિ મહારાજ છે. આમ તો તેઓ સોનાનું કંગન અને હીરાની ઘડિયાળ પહેરીને મહાકુંભમાં આવ્યા છે પરંતુ તેમની ઓળખ પર્યાવરણ પ્રત્યેના તેમના સમર્પણમાં રહેલી છે. અત્યાર સુધીમાં તેમણે એક કરોડથી વધુ છોડ વાવ્યા છે અને આ મહાકુંભમાં ભક્તોને 50,000 ફળના રોપાઓનું વિતરણ કરવાના છે.
આ પણ વાંચો : Mahakumbh 2025: સીએમ યોગી આદિત્યનાથે પીએમ મોદીને પાઠવ્યું પ્રયાગરાજના મહાકુંભ મેળાનું આમંત્રણ…
પ્રોફેસર ફ્રેડરિક બ્રુનો બન્યા સંત
ફ્રેન્ચ ગણિતના પ્રોફેસર ફ્રેડરિક બ્રુનો હવે મહાકુંભમાં બ્રહ્મચારીની દીક્ષા લઈને સનાતની સંત બની ગયા છે. તે કહે છે કે તેણે અંકગણિતમાં જીવનભરનો અનુભવ મેળવ્યો છે, પરંતુ હવે તે આધ્યાત્મિક શાંતિની શોધમાં છે. જીવનના પરમ સત્યને જાણવાની ઇચ્છાએ તેમને મહાકુંભ તરફ આકર્ષિત કર્યા છે.