સ્પોર્ટસ

આઇપીએલના આરંભની તારીખ આવી ગઈ, સ્થળોની જાહેરાત હવે પછી થશે

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2025ની સીઝન 21મી માર્ચે શરૂ થશે, એવું બીસીસીઆઇના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ આજે જાહેર કર્યું હતું. આ ટૂર્નામેન્ટના સ્થળોની જાહેરાત હવે પછી કરવામાં આવશે.

તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત મેગા ઑક્શનમાં 10માંથી દરેક ટીમે પોતાની પસંદગીના ખેલાડીઓ મેળવ્યા હતા. એમાં કુલ 182 ખેલાડી ખરીદવામાં આવ્યા હતા અને એમાં તેમને મેળવવા પાછળ 10 ફ્રૅન્ચાઇઝીઓએ કુલ 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.

આ પણ વાંચો: આઇપીએલ-ઑક્શનમાં ન વેચાયેલા ખેલાડીઓની `અનલકી ઇલેવન’ પર એક નજર…

અહીં સ્પેશિયલ જનરલ મીટિંગ (એસજીએમ)માં હાજરી આપ્યા પછી શુક્લાએ જણાવ્યું હતું કે `આઇપીએલની આગામી સીઝન 21મી માર્ચે શરૂ થશે. એના સ્થળોની વિશેની વિગતો હવે પછી નક્કી થશે અને ત્યારે જાહેર કરવામાં આવશે.’
2024ની આઇપીએલની પ્રથમ મૅચ બાવીસમી માર્ચે બેન્ગલૂરુ-ચેન્નઈ વચ્ચે રમાઈ હતી. ચેન્નઈ ખાતેની ફાઇનલ 26મી મેએ રમાઈ હતી જે કોલકાતાએ જીતી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button