સ્પોર્ટસ

ભારતીય મહિલા ટીમે તોડ્યો પોતાનો જ વિક્રમ, જેમાઇમા માટે પણ સુપર-સન્ડે

રાજકોટઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અહીં આજે આયરલૅન્ડ સામેની વન-ડેમાં 50 ઓવરમાં પાંચ વિકેટે 370 રન બનાવીને પોતાના નવા સ્કોરનો વિક્રમ રચ્યો હતો.

અત્યાર સુધી ભારત માટે 358/2નો આયરલૅન્ડ સામેનો જ સ્કોર સર્વોચ્ચ હતો જે 2017માં નોંધાયો હતો, પણ મુંબઈની જેમાઇમા રૉડ્રિગ્સે (102 રન, 91 બૉલ, બાર ફોર)ની સાત વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી જ સેન્ચુરીની મદદથી ટીમ ઇન્ડિયાને નવો કીર્તિમાન અપાવ્યો હતો.

ન્યૂ ઝીલૅન્ડનો આયરલૅન્ડ સામેનો 491/4નો સ્કોર મહિલાઓની વન-ડેમાં સર્વોચ્ચ સ્કોર છે જે તેમણે 2018ની સાલમાં ડબ્લિનમાં નોંધાવ્યો હતો અને આયરિશ ટીમને 144 રનમાં આઉટ કરીને મૅચ 347 રનથી જીતી લીધી હતી.

આપણ વાંચો: હમારી છોરીયા છોરો સે કમ નહીં જ્યાદા હૈ: ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વાનખેડેમાં રચ્યો ઇતિહાસ

જેમાઇમાની સેન્ચુરી ઉપરાંત બીજી ત્રણ બૅટરે હાફ સેન્ચુરી ફટકારી હતી જેને લીધે આયરલૅન્ડની ટીમને 371 રનનો તોતિંગ લક્ષ્યાંક આપી શકાયો હતો.

કૅપ્ટન સ્મૃતિ મંધાના (73 રન, 54 બૉલ, બે સિક્સર, દસ ફોર), પ્રતીકા રાવલ (67 રન, 61 બૉલ, એક સિક્સર, આઠ ફોર) અને હર્લીન દેઓલ (89 રન, 84 બૉલ, બાર ફોર)ની ઇનિંગ્સે આયરલૅન્ડની બોલર્સ અને ફીલ્ડર્સને થકવી નાખી હતી.

https://twitter.com/BCCIWomen/status/1878374970327539975

સ્મૃતિ અને ગયા અઠવાડિયાની પ્રથમ વન-ડેની સ્ટાર ખેલાડી પ્રતીકા રાવલ વચ્ચે 114 બૉલમાં 156 રનની ભાગીદારી થઈ હતી. એ જ સ્કોર પર ઉપરાઉપરી સ્મૃતિ અને પ્રતીકાની વિકેટ પડી હતી, પરંતુ ત્યાર બાદ હર્લીન-જેમાઇમા વચ્ચે ત્રીજી વિકેટ માટે 168 બૉલમાં 183 રનની પાર્ટનરશિપ થઈ હતી.

આપણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચીનમાં રચ્યો ઇતિહાસ

24 વર્ષની મુંબઈની બૅટર જેમાઇમા રૉડ્રિગ્સે ફેબ્રુઆરી, 2018માં સાઉથ આફ્રિકા સામેની ટી-20 મૅચથી ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરી હતી. આજ પહેલાં તે કુલ 150 આંતરરાષ્ટ્રીય મૅચમાં એક પણ સેન્ચુરી નહોતી ફટકારી શકી. 86 રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો, પણ આજે તે પહેલી સેન્ચુરી ફટકારવામાં સફળ થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button