MahaKumbhમાં કોણ લગાવે છે પહેલી ડૂબકી, કોને મળે છે સૌથી પહેલાં સ્નાનનો મોકો? ચાલો જાણીએ-
દર 12 વર્ષે મહાકુંભ (MahaKumbh)નું આયોજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે કુંભમાં એક વખત સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે અને એટલે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક વખત તો કુંભ સ્નાન કરવું જ જોઈએ.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દર વખતે લાખો-કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એમાં ભાગ લેવા પહોંચે છે પરંતુ કુંભમાં પહેલા સ્નાનનું માન કોને આપવામાં આવે છે? ચાલો આજે તેમને એના વિશે જણાવીએ-
હિંદુ ધર્મમાં મહાકુંભનું અનેરું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. 12 વર્ષમાં એક વખત યોજાતો આ કુંભ મેળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. જ્યારે 12 કુંભ મેળાનું એક સર્કલ પૂરું થાય ત્યારે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આમ મહાકુંભ 144 વર્ષે એક વખત યોજાય છે.
આપણ વાંચો: 144 વર્ષે યોજાતો પૂર્ણ કુંભ મેળો મૅનેજમેન્ટનો માસ્ટરપીસ એવો મહાકુંભ મેળો
એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં એક જ વખત મહાકુંભના સાક્ષી બની શકે છે. મહાકુંભ જોવા માટે દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવી પહોંચે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાકુંભમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ વાત કરીએ પહેલાં સ્નાન કરવાના માનની તો સૌથી પહેલાં કુંભમાં સ્નાન કરવાનો મોકો નાગા સાધુોને આપવામાં આવે છે.
નાગા સાધુઓને પ્રથમ સ્નાન કરવાનો મોકો કેમ આપવામાં આવે છે એવી તો પ્રાચીન કાળમાં તેઓ ધર્મ અને સમાજની રક્ષા માટે સેનાના રૂપમાં કામ કરતા હતા. નાના સાધુઓ તેમની રહેણી-કરણી અને ભાવ-ભંગિમાને કારણે હંમેશા જ ચર્ચાનું કારણ બનતા હોય છે.
આપણ વાંચો: Mahakumbh 2025 : મહાકુંભમા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો, કયુઆર કોડ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરાયો
નાગા સાધુઓ એક વખત મહાકુંભમાં સ્નાન કરી લે ત્યાર બાદ ત્યાં આવેલા પર્યટકો અને અન્ય શ્રદ્ધાળુઓને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાની પરવાનગી આપવામાં આવે છે. કુંભ સ્નાનનું હિંદુ ધર્મમાં એક આગવું મહત્વ સમજાવવામાં આવ્યું છે.
છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ માહિતી? હવે જ્યારે તમને પણ કોઈ પૂછે કે મહાકુંભમાં પહેલાં સ્નાનનું માન કોને આપવામાં આવે છે તો એમની સાથે આ માહિતી શેર કરીને તેમના જ્ઞાનમાં પણ ચોક્કસ અભિવૃદ્ધિ કરજો હં ને?