ઇન્ટરનેશનલ

નેતન્યાહૂનો ચોંકાવનારો નિર્ણય; મોસાદના ચીફને સોંપી મોટી જવાબદારી

નવી દિલ્હી: ઇઝરાયેલ છેલ્લા 15 મહિનાથી ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે, જેમાં હજારો નિર્દોષ પેલેસ્ટીનીયન નાગરિકોના મોત (Israel attack on Gaza) નિપજ્યા છે. યુનાઈટેડ નેશન્સ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ જેવી અંતરરાષ્ટ્રીય સંસ્થઓએ ઇઝરાયેલને વારંવાર હુમલા રોકવા કહ્યું છે, છતાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu ) ગાઝા પર વધુ ભયાનક હુમલા કરાવી રહ્યા છે. એવામાં નેતન્યાહૂએ ચોંકાવનારો નિર્ણય લીધો છે.

મોસાદના વડાને સોંપી મોટી જવાબદારી:
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં યુદ્ધવિરામની વાટાઘાટોને આગળ વધારવાના સંકેત આપ્યા છે. તેમણે આગામી રાઉન્ડની વાતચીત માટે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી ‘મોસાદ’ના ડિરેક્ટર ડેવિડ બાર્ની(David Barnea) પસંદ કર્યા છે. અત્યાર સુધી, ઇઝરાયલ-હમાસ યુદ્ધ રોકવા તરફ નેતન્યાહૂનું આ સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ઇઝયારાયેલના વડા પ્રધાનના કાર્યાલયે શનિવારે આ નિર્ણય અંગે માહિતી આપી હતી.

આ દેશમાં થઇ રહી છે વાટાઘાટો:
કતારની રાજધાની દોહામાં ઇઝરાયેલ અને ગાઝાના સશસ્ત્ર જૂથ હમાસ વચ્ચે વાતચીત ચાલી રહી છે. મોસાદના ડિરેક્ટર ડેવિડ બાર્ની આ વાતચીત માટે દોહા ક્યારે જશે તે હજુ સ્પષ્ટ નથી. આ વાટાઘાટોમાં તેમની હાજરીનો અર્થ એ થશે કે ઉચ્ચ સ્તરીય ઇઝરાયેલી અધિકારીઓ હવે કોઈ કરાર પર પહોંચવા માટે જરૂરી વાટાઘાટોમાં સામેલ થશે.

Also read:

છેલ્લા 15 મહિનાના યુદ્ધમાં, ફક્ત એક જ વાર ટૂંકા ગાળા માટે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ શકી હતી. તે પણ લડાઈના શરૂઆતના અઠવાડિયામાં. ત્યારથી, અમેરિકા, ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી હેઠળ અનેક તબક્કાની વાતચીત થઈ હતી પરંતુ તે યુદ્ધ વિરામ પર કોઈ સહમતી બની ન હતી. નોંધનીય છે આટલા હુમલા છતાં હમાસ ઇઝરાયલ સામે હાર નથી માની અને તેના લડવૈયાઓ ઇઝરાયલી આર્મીને સતત લડત આપી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button