મનોરંજન

સામે આવી ગયો Virat Kohli-Anushka Sharmaના લાડકવાયાનો ચહેરો, નેટિઝન્સે કહ્યું…

ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલમાં જ ભારતના વૃંદાવન ખાતે એકાદ-બે દિવસ પહેલાં સ્વામી પ્રેમાનંદજીના દરબારમાં તેમના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. એ સમયના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. જોકે, આ વીડિયોમાં દીકરા અકાય કોહલી અને દીકરી વામિકા કોહલીનો ચહેરો તેમણે છુપાવી રાખ્યો હતો. આમ તો અનુષ્કા અને વિરાટ બંને સંતાનોના ચહેરા છુપાવવાની પૂરી કોશિશ કરતાં હોય છે, પરંતુ ભૂલથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ ગયો જેમાં દીકરા અકાયની એક ઝલક જોવા મળી ગઈ. બસ પછી તો પૂછવું જ શું નેટિઝન્સ તો મચી પડ્યા. આવો જોઈએ કોના જેવો દેખાય છે વિરાટ અને અનુષ્કાનો લાડકવાયો-

આ પણ વાંચો: Virat Kohli-Anushka Sharmaના દીકરાએ પોતાના નામે કર્યો આ અનોખો રેકોર્ડ…

સોશિયલ મીડિયા પર પહેલી જ વખત વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લાડકવાયા અકાયનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. અકાય આ સમયે મમ્મી અનુષ્કા સાથે જોવા મળ્યો હતો અને આ વીડિયોમાં અકાયનો ચહેરો સાફ સાફ જોવા મળી રહ્યો છે. અકાયનો ફર્સ્ટ લૂક સામે આવતા જ નેટિઝન્સની ખુશીનો પાર નહોતો રહ્યો. અકાય એકદમ ગોલુમોલુ ક્યુટ લાગી રહ્યો છે અને તેના નેણ નક્શા પપ્પા વિરાટને ખૂબ જ હળતો મળતો આવે છે.

આ પણ વાંચો: Virat Kohli-Anushka Sharma’s Son Akaayને મળશે લંડનની સિટીઝનશિપ? શું છે આ માટેનો નિયમ…

નેટિઝન્સ તો અકાયની સરખામણીએ સૈફ અલી ખાન અને કરિના કપૂરના દીકરા જેહ સાથે કરી રહ્યા છે. કેટલાક લોકોએ ત્યાં સુધી કહ્યું હતું કે અકાયની ક્યૂટનેસનો તો કોઈ જવાબ નથી તો વળી કેટલાક યુઝર્સે તો ત્યાં સુધી કહી દીધું હતું કે અકાયનો ફર્સ્ટ લૂક જોઈને ચોક્કસ જ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ઈન્સિક્યોર થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરની દીકરી રાહા કપૂર પેપ્ઝની ફેવરેટ છે અને પેપ્ઝ તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે. આવામાં જો અકાય પેપ્ઝની સામે આવી જશે તો ફોર શ્યોર રાહાની લાઈમલાઈટ અકાય ચોરી લેશે.
સોશિયલ મીડિયા પર કપલે હંમેશાથી જ બંને સંતાનોના ચહેરા બ્લર કરીને રાખવાનું પસંદ કર્યું છે આવા સંજોગોમાં આ વીડિયો ભૂલથી લીક થઈ ગયો હોય એવું લાગે છે. અકાયની સરખામણી લોકો જેહ અને રાહા કપૂર સાથે કરી રહ્યા છે. જોકે, બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ ત્યાં સુધી નેટિઝન્સે તેના સ્ક્રીન શોટ્સ લઈ લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button