ઉત્સવ

ફોરવર્ડ થતી બધી લિંક સાચી નથી હોતી

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

સોશિયલ મીડિયાથી સીધા જ કોઈ બીજી એપ્સમાં જંપ એટલે ફ્રોડની પહેલી એન્ટ્રી…ફેસબુક' ની માલિકી કંપનીમેટા’એ જ્યારે `ઈન્સ્ટાગ્રામ’ ટેકઓવર કર્યું એ સમયે ટેકનોલોજીની દુનિયામાં એક અસાધારણ ઘટના બની હોય એવો માહોલ હતો. જોકે, ઘટના જ એવી હતી એટલે દરેક આઈટી નિષ્ણાત તો ઠીક, સામાન્ય માણસ પણ આશ્ચર્ય અનુભવે એ સ્વાભાવિક છે. ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડને અટકાવવા માટે સરકારે દરેક વ્યક્તિના મોબાઈલના ડાયલ સમયે વધી રહેલા ટાઈમગેપનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. ખોટી લિંકથી બચવા માટે જનજાગૃતિ ફેલાવવા માટે એ ઉત્તમ વિકલ્પ સાબિત થયો છે. સતત અને સખત રીતે ફોરવર્ડ થતી લિંક કે ક્યૂઆર કોડમાં ભલભલો નિષ્ણાત પણ ભોળવાઈ જાય છે. નકલીની શૃંખલાથી નોટથી ભરેલી તિજોરી ખાલી ન થાય એ માટે આવી લિંકની પહેલા તો ઓળખ જરૂરી છે. આજની આ કોલમમાં જોઈએ લિંક પરના કેટલાક ફેક્ટ, ફેક અને ફેકમાંથી બચવાના રસ્તા.

શરૂઆત હકીકતથી કરીએ. વર્ષ 1990માં જેને એક વેબસાઈટ કહી શકાય એવું એક પોર્ટલ શરૂ થયું. યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચ’ નામની સંસ્થા ઈઊછગ એ બર્નર લી (ઠઠઠના શોધક) ને એક પ્રોજેક્ટ આપ્યો. એમનો તમામ ડેટા ઓનલાઈન કરવા અને વેબપેજ તરીકે એ ડેટાનો એક્સેસ થાય એવું પ્લેટફોર્મ તૈયાર કરવા પ્રોગ્રામિંગ શરૂ થયું. આ એ સમય હતો જ્યારે વેબસાઈટના તૈયાર મોડ્યુલ સીધા જ ઉપયોગમાં લઈ શકાય એમ ન હતા. લીના પ્રયાસોથી દુનિયાને મળી પહેલી વેબસાઈટ. સંપૂર્ણપણેરીડઓન્લી’. આ આઈટનું નામ અને લિંક હતી. શક્ષરજ્ઞ.ભયક્ષિ.ભવ. એપ્રિલ 1993 પછી વ્યવસ્થિત રીતે નવી નવી વેબસાઈટનો જે તે વિષયને લીઈને જન્મ થયો.

પછી તો પબ્લિક ડોમેઈન સાથે એવા નંબરથી ખૂલતી વેબસાઈટ શરૂ થઈ. એ હાલ આઈપી એડે્રસ’થી ઓળખવામાં આવે છે. વેબ એડે્રસની સાથે સાથે ઈન્ટર ક્નેક્ટિવિટી અને નેટવર્કિંગથી વગર કોઈ સ્પેલ સાથે વેબસાઈટને એક્સેસ કરવી સરળ બની. દુનિયાની પહેલી આ વેબસાઈટનો હેતુ માત્ર ને માત્ર મેસેજની આપ-લેનો હતો. પછી વેબસાઈટ પર ઈ-મેલથી લઈને જુદી જુદી સર્વિસ શરૂ થઈ. કોમ્યુનિટીઓના પોર્ટલ શરૂ થયા. બલ્કમાં ઈ-મેલ સર્વિસ શક્ય બની, જેની લિંક શેર કરવામાં આવે તો પણ બીજાના મોબાઈલ કે સિસ્ટમમાં ખુલે નહીં. બરોબર એક વર્ષ પહેલા એટલે કે, 2024માં જાન્યુઆરી મહિનામાં જરામ મંદિર’ના નામે એક લિંક ફરતી થઈ હતી. લિંકમાં એક એપ્લિકેશન એડે્રસ હતું . એ લિંક ફેક હતી. એટલું જ નહીં, એપ્લિકેશન પણ ફરતી થઈ હતી. એમાં વિગત એવી હતી કે, મંદિરમાં દર્શન હેતું વીઆઈપી બુકિગ થાય છે.

રામના નામે ખિસ્સા ખંખેરવાનો ખોટો રસ્તો હતો. લિંક પણ ખોટી હતી એવું માધ્યમોમાં સત્તાવાર આવ્યું. આવી કેટલીય ફેક લિંકથી ઘણા લોકો આ ફ્રોડના શિકાર થયા છે. હવે જોઈએ લિંક ખોટી છે કે સાચી એ ખબર કેમ પડે? `ફેસબુક’ કે વોટ્સેપમાં લિંક થઈ કોઈ ચેનલ શરૂ થાય એ સંપૂર્ણપણે સાચી જ હોય એવું જરૂરી હોતું નથી. વોટ્સએપ જે લિંકથી ખુલે એટલે એ સમજવું કે તમારો મોબાઈલ નંબર જે તે ફ્રોડ સુધી શેર થવાનું શરૂ થઈ ચૂક્યું છે. હવે આમાં કોઈ કોડ આવ્યો એટલે ખાતું ખાલી. ગ્રામ્ય વિસ્તારમાં આવું ન થાય એ માટે ઘણા વેપારીઓએ ઓનલાઈન પૈસા લેવાના પણ બંધ કરી દીધા છે. ફોનમાં આવતા ઓટીપી'થી જે તે ગઠિયાને આ લિંક પરના એક્સેસ મળતા હોય છે. આ સમગ્ર કાવતરાને ડિજિટલ ભાષામાંફિશિંગ’ કહે છે.

ફ્રોડ કરનારા સૌથી વધારે ફિશિંગ લિંકનો ઉપયોગ કરે છે. પહેલી નજરે પકડાતું નથી કે, લિંક સાચી છે કે ખોટી. આ માટેની એક વેબસાઈટ છે. જેનું નામ છે દશીિતજ્ઞિંફિંહ. આને ઓપન કરશો એટલે સાવ સામાન્ય સાઈટ લાગશે, પણ કામ આનું ઘણું અસામાન્ય કહી શકાય એવું છે. ફાઈલ, યુઆરએલ અને સર્ચ એમ ત્રણ ઓપ્શન જોવા મળશે. યુઆરએલ પર ક્લિક કરતા એક સર્ચ કરવા માટે બારી ખુલશે. એમાં લિંક પેસ્ટ કરતા જ જે તે લિંકના આખા જન્માક્ષર ખુલી જશે. ફોરેન ફ્રોડથી બચવા યફતુમળફભિ.ભજ્ઞળ પર લિંક પેસ્ટ કરીને ચેક કરી શકશો. આ ખૂબ જ પાવરફૂલ છે. લિંક સેફ છે કે નહીં એ પણ આ બન્ને સાઈટમાં સ્પષ્ટતા હશે. જે તે ફાઈલમાં કંઈક ડખો હશે કે કેમ એ ચેક કરવા માટે આ ઉપયોગી સાબિત થઈ છે. નાણાંકીય વ્યવહારો માટે આવતી લિંક વિશ્વાસુ છે કે નહીં એ માટે ઘણા લોકો ર-તયભીયિ નો ઉપયોગ કરે છે. જે બિલકુલ ફ્રી અને લાઈવ સાઈટ છે.

આઉટ ઓફ
ભારતની પહેલી વેબસાઈટ તૈયાર કરનાર નિષ્ણાત તરીકે રાજેશ જૈનનું નામ લેવામાં આવે છે. જ્યારે સૌથી વધુ ચર્ચામાં રહેલી સાઈટ તરીકે `રેડીફ’ પહેલા ક્રમે રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button