ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રહેશે હાજર
નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે શપશ લેશે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આ શપશ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરશે. ગત વર્ષે નવેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પને 312 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા અને હેરિસને 226 ઇલેક્ટોરલ વોટ મળ્યા હતા. ચૂંટણીમાં બહુમત માટે કોઈપણ ઉમેદવારને 270 ઈલેક્ટોરલ વોટ જરૂરી છે.
Also read: ટ્રમ્પના શપથ ગ્રહણ માટે PM મોદીને આમંત્રણ નહીં, જાણો કારણ…
વિદેશ મંત્રાલય મુજબ, વોશિંગ્ટન યાત્રા દરમિયાન જયશંકર અમેરિકામાં આગામી ટ્રમ્પ પ્રશાસનના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. ટ્રમ્પ-વેંસ શપથ ગ્રહણ સમિતિના નિમંત્રણ પર વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ જે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરશે. યાત્રા દરમિયાન વિદેશ મંત્રી અમેરિકાના ભાવી પ્રશાસનના પ્રતિનિધિઓ સાથે સમારોહમાં સામેલ થવા આવેલા વિશેષ વ્યક્તિઓ સાથે પણ બેઠક કરશે.
કેટલા વાગે શરૂ થશે સમારોહ
ટ્રમ્પ સરકારમાં આ વખતે ભારતીય મૂળના અનેક લોકો સામેલ થશે. શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરીએ બપોરે 12 કલાકે શરૂ થશે. તેમાં શપથ ગ્રહણ, પરેડ અને ઔપચારિકા કાર્યક્રમ સામેલ હશે. આ દિવસ માર્ટિન લૂથર કિંગ જૂનિયર ડેની સાથે પડી રહ્યો છે. આ દિવસે અમેરિકામાં જાહેર રજા રહેશે.
કોણ કોણ રહી શકે છે સામેલ
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઇઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહૂ, આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઇ સામેલ થઈ શકે છે.
શપથ સમારોહ બાદ નીકળશે પરેડ
ટ્રમ્પના શપથ સમારોહ બાદ યોજાનારી પરેડમાં સામેલ થવા માટે એક ભારતીય ઢોલ બેંડને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પરેડ કેપિટલ હિલથી વ્હાઇટ હાઉસ સુધી કાઢવામાં આવશે. જાણકારી મુજબસ ટેક્સાસ સ્થિત ભારતીય પારંપરિક ઢોલ બેંડ ગ્રુપ શિવમ ઢોલ તાશા પાઠક તેમની ધૂન સાથે વોશિંગ્ટનમાં આ કાર્યક્રમ દરમિયાન ભારતની સમૃદ્ધ સંગીત પરંપરાની ઝલક રજૂ કરશે. ટેક્સાસમાં ભારતીય પારંપરિત ઢોલ બેંડ સમૂહ આટલા ભવ્ય મંચ પર પ્રથમ વખત પ્રદર્શન કરશે.