ટીમ ઈન્ડિયાનો સંકટમોચન બોલર ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે! અહેવાલમાં દાવો
મુંબઈ: ફેબ્રુઆરી મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી(ICC Champions Trophy 2025) શરુ થવાની છે, એ પહેલા ભારતીય ટીમ ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 5 T20I અને 3 ODI મેચની સિરીઝ (IND vs ENG) રમશે, આ સિરીઝ ટીમ માટે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લીટમસ ટેસ્ટ સમાન હશે. BCCIએ T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે, જયારે ODI સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે હજુ ટીમની જાહેરાત કરી નથી. ભારતના સ્ટાર ફાસ્ટ જસપ્રીત બુમરાહની ફિટનેસ (Jasprit Bumrah Fitness) સિલેક્ટર્સ માટે ચિંતાનો વિષય બની છે, એક અહેવાલ મુજબ જસપ્રીત બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમમાંથી બાકાત રાખવામાં આવી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ આજે (12 જાન્યુઆરી) છે, પરંતુ હજુ સુધી ટીમ ઈન્ડિયા તરફથી કોઈ સત્તાવાર રીતે ટીમની જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલ મુજબ ઇંગ્લેન્ડ સામેની ODI સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે સમાન ટીમ પસંદ કરવામાં આવી શકે છે. ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની ODI સિરીઝ રમે એવી કોઈ શક્યતા નથી જણાઈ રહી, એવામાં એવા અહેવાલ છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી લીગ મેચમાંથી બહાર રહી શકે છે.
BCCIએ સમય માંગ્યો:
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જસપ્રીત બુમરાહનું સંપૂર્ણપણે ફિટ થવું મુશ્કેલ લાગે છે. આ જ કારણે BCCIએ ટીમની જાહેરાત કરવા માટે ICC પાસેથી થોડા દિવસનો સમય માંગ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં અનુસાર જસપ્રીત બુમરાહની પીઠની ઈજાને ઠીક થવામાં થોડો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં, તે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે.
Also read: ભારત પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇગ્લેન્ડની ટીમ જાહેરઃ રૂટની વન-ડે ટીમમાં વાપસી…
ઓસ્ટ્રેલીયામાં થઇ ઈજા:
ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝની છેલી મેચ દરમિયાન કેપ્ટન જસપ્રીત બુમરાહને ઈજા થઇ હતી. તેણે મેચના બીજા દિવસે રમત અડધે છોડી સ્કેન કરાવવા જવું પડ્યું હતું, ત્યાર બાદ તે બોલિંગ કરવા મેદાનમાં પરત ના આવી શક્યો. એહેવાલ મુજબ બુમરાહની પીઠ ખેંચાણને કારણે સોજો આવી ગયો છે, બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) માં તેની રિકવરી પર નજર રાખવામાં આવશે.
NCA રાખવામાં આવશે નજર:
સૂત્રોના જણાવ્યા અનુસાર, બુમરાહ માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં સંપૂર્ણપણે ફિટ થઈ જશે તેવી અપેક્ષા છે. બુમરાહ તેના રીહેબ માટે NCA જશે. NCA તેની રિકવરી પર નજર રાખશે અને તે ત્રણ અઠવાડિયા સુધી ત્યાં રહેશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની મેચ:
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિશ્વની ટોચની આઠ ODI ટીમો ભાગ લેશે, આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનની યજમાનીમાં શરુ થશે, પરંતુ ભારતીય ટીમની મેચ UAEના દુબઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પહેલી મેચ રમશે. આ પછી ટીમ ઈન્ડિયા 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે મેચ રમશે. ભારતની છેલ્લી ગ્રુપ મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે છે.