ટોપ ન્યૂઝનેશનલ

રાયપુરમાં મોટી દુર્ઘટના ઘટી; બહુમાળી ઇમારત ધરાશાયી થતા 2 શ્રમિકોના મૃત્યુ…

રાયપુર: છત્તીસગઢના પાટનગર રાયપુરથી મોટા સમાચાર મળી રહ્યા છે. શહેરના વીઆઈપી રોડ પર સ્થિત એક બહુમાળી ઇમારત અચાનક ધરાશાયી થવાથી 10 શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી બે શ્રમિકોનું સારવાર દરમિયાન મૃત્યુના અહેવાલો મળી રહ્યા છે. અન્ય ઘાયલ શ્રમિકોની અન્ય હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : Mahakumbh 2025 : મહાકુંભમા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો, કયુઆર કોડ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરાયો

કાટમાળ નીચે 10 શ્રમિકો દટાયા

પ્રાપ્ત વિગતો અનુસાર રાયપુરમાં એક નિર્માણાધીન બહુમાળી ઇમારત અચાનક ધરાશાયી થવાથી એક મોટી દુર્ઘટના સર્જાય છે. શનિવારે વીઆઈપી રોડ પર સ્લેબ નાખવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આખી સેટિંગ ફ્રેમ પડી જતાં ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. લોખંડના સળિયા અને શટરિંગના કાટમાળ નીચે અંદાજે 10 શ્રમિકો દટાયા હતા, જેમાંથી 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

2 શ્રમિકોના મૃત્યુ

તેલીબાંધાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયેલ આ દુર્ઘટનામાં 2 શ્રમિકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 6 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની હાલત પણ ગંભીર હોવાના અહેવાલો મળી રહ્યા છે. કાટમાળ નીચે અન્ય શ્રમિકો ફસાયા હોવાની શંકા છે અને હજુ બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : Kannauj માં નિર્માણાધીન રેલ્વે સ્ટેશનનો એક ભાગ તૂટી પડયો, 18 કામદાર ઘાયલ, ત્રણની હાલત ગંભીર

રાહત-બચાવની કામગીરી શરૂ

ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ, વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. મળી રહેલા અહેવાલો અનુસાર સાતમા માળનું સેન્ટરિંગ તૂટી પડતાં શ્રમિકો નીચે પડ્યા હતા. કાટમાળ નીચે દટાયેલા 10 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે શ્રમિકોના મૃત્યુ થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button