આમચી મુંબઈ

શરદ પવાર હોશિયાર છે, રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી; ફડણવીસનું સૂચક નિવેદન…

શરદ પવારે આરએસએસની પ્રશંસા કર્યા બાદ પવાર મહાયુતિમાં સામેલ થવાની અટકળો તેજ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અંગે શરદ પવાર દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે શરદ પવાર ઘણા હોશિયાર છે. શરદ પવારે કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) જવાબદાર છે.

આ પણ વાંચો : રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓને ‘છોડી જવા’ ચેતવણી!

ફડણવીસે આનો જવાબ આપતાં કહ્યું હતું કે, ‘શરદ પવાર ઘણા હોશિયાર છે. ક્યારેક તમારે તમારા વિરોધીના પણ વખાણ કરવા પડે છે.’

તેમણે એમ પણ કહ્યું હતું કે આરએસએસે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવેલા ફેક નેરેટિવને ધ્વસ્ત કરી નાખ્યા બાદ શરદ પવારે આ પ્રશંસા કરી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા વિલાસ ફડનીસની સ્મૃતિમાં આયોજિત એવોર્ડ સમારોહમાં હાજરી આપવા માટે દેવેન્દ્ર ફડણવીસ નાગપુર આવ્યા હતા.


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો સંપૂર્ણપણે અલગ નીકળ્યા, મહાયુતિએ વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ જીત મેળવી. શરદ પવાર સાહેબ ખૂબ જ સ્માર્ટ છે. તેમણે આનો અભ્યાસ કર્યો હશે કે શું આપણે આટલા મોટા પાયે જે વાતાવરણ બનાવ્યું હતું તે એક મિનિટમાં તૂટી શકે છે. તો આ કરી શકે તેવી શક્તિ કોણ છે? તેમને સમજાયું કે આ શક્તિ એવી શક્તિ નથી જે નિયમિતપણે રાજકારણમાં જોડાય છે, તે એવી શક્તિ છે જે ફક્ત રાષ્ટ્રીય બાબતોમાં જોડાય છે. ફડણવીસે કહ્યું કે તેમણે આ વાતને ધ્યાનમાં રાખીને તેમને લાગ્યું હશે કે પોતાના વિરોધીના વખાણ કરવા જોઈતા હતા, અને મને લાગે છે કે આથી જ તેમણે પ્રશંસા કરી હશે.

એનસીપી (એસપી) અને એનસીપી (અજિત પવાર)ના ફરી નજીક આવવા અથવા એક સાથે આવવાની શક્યતા અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘હું તમને કહું છું કે 2019 પછીના તમે મારા નિવેદનો સાંભળ્યા હશે. 2019 થી 2024ની વચ્ચે બનેલી ઘટનાઓએ મને અહેસાસ કરાવ્યો છે કે રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી. એવું ના માનો કે કંઈ થશે નહીં. કંઈ પણ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે ત્યાં જઈ શકે છે, અજિત પવાર અહીં આવે છે. રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. હું એ વાત સાથે સહમત નથી કે આવું બિલકુલ ન થવું જોઈએ અને એવું થવું પણ સારો વિચાર નથી, પરંતુ રાજકારણમાં, આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે ખૂબ જ નિશ્ર્ચિતપણે કહીએ છીએ કે આવું નહીં થાય, ત્યારે ક્યાંથી થશે તે કોઈ કહી શકતું નથી. રાજકીય પરિસ્થિતિ તમને ગમે ત્યાં લઈ જશે.


ફડણવીસે આદિવાસી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે હાકલ કરી

થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આદિજાતિ વિકાસ વિભાગને કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.

આદિજાતિ કલ્યાણ યોજનાઓની સમીક્ષા કરવા માટેની રાજ્ય સરકારની સમિતિના વડા વિવેક પંડિતે શનિવારે જણાવ્યું હતું કે સંકલન સંસ્થાના અભાવે આદિવાસી જૂથો ઘણી યોજનાઓથી વંચિત રહે છે.

આ પણ વાંચો : એમવીએમાં ભંગાણના એંધાણ?

પંડિતે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘મુખ્ય પ્રધાને આદિજાતિ વિકાસ વિભાગને આ યોજનાઓનો કાર્યક્ષમ રીતે અમલ થાય અને આદિવાસી વસ્તી સુધી પહોંચે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકારે આદિજાતિ કલ્યાણ યોજનાઓના અમલીકરણ માટે 24-મુદ્દાની કાર્ય યોજનાનો વિગતવાર સરકારી ઠરાવ (જીઆર) જારી કર્યો છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button