નેશનલ

ભાજપ નેતા સંગીત સોમનું Taj Mahal મુદ્દે મોટું નિવેદન, કહી આ વાત…

મુઝફ્ફરનગર: શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આજે મુઝફ્ફરનગરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સનાતની અને હિન્દુ સંગઠનના લોકોએ ભાગ લીધો હતો. જેમા ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય સંગીત સોમે મુખ્ય અતિથિ તરીકે આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે તાજમહેલ(Taj Mahal) વિશે મોટું નિવેદન આપ્યું. સંગીત સોમે કહ્યું કે તાજમહેલ જેવી કોઈ વસ્તુ નથી, તે પહેલા પણ એક હિન્દુ મંદિર હતું અને હિન્દુ મંદિર જ રહેશે.

આ પણ વાંચો : હેં, Taj Mahalને વેચવા માંગતા હતા અંગ્રેજો, પણ…

સનાતનીઓ આ દિવસને હિન્દુ તહેવાર તરીકે ઉજવી રહ્યા છે

આ યાત્રાનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ફાયરબ્રાન્ડ નેતા સંગીત સોમે રામ, લક્ષ્મણ અને સીતા માતાની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે દેશભરના સનાતનીઓ આ દિવસને હિન્દુ તહેવાર તરીકે ઉજવી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતી વખતે સંગીત સોમે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તાજમહેલ જેવું કંઈ હોઈ શકે નહીં.

કબર ઉપર કોઈ ઇમારત કે કાયમી માળખું બનાવી શકાતું નથી

સંગીત સોમે કહ્યું, કોઈપણ કબર ઉપર કોઈ ઇમારત કે કાયમી માળખું બનાવી શકાતું નથી. તેમણે દાવો કર્યો હતો કે તાજમહેલ પહેલા પણ એક હિન્દુ મંદિર હતું અને હિન્દુ મંદિર જ રહેશે. સંગીત સોમે કહ્યું, જ્યારથી ભાજપ સરકાર આવી છે. ત્યારથી સનાતનીઓનું મનોબળ વધ્યું છે.. આ હિન્દુસ્તાન છે અને આ ફક્ત સનાતનીઓની ભૂમિ છે.

આ પણ વાંચો : શું છે Taj Mahalનું જૂનું નામ? 99 ટકા લોકોને નથી ખબર…

વકફ બોર્ડની જમીન ફક્ત પાકિસ્તાનમાં હોઈ શકે

આ પ્રસંગે સંગીત સોમે દાવો કર્યો હતો કે આક્રમણકારોએ દેશમાં મંદિરો તોડી નાખ્યા હતા અને તેમની જગ્યાએ મસ્જિદો બનાવી હતી, પરંતુ હવે આવી બાબતો પ્રકાશમાં આવી રહી છે. તેમણે કહ્યું, વકફ બોર્ડની જમીન ફક્ત પાકિસ્તાનમાં હોઈ શકે છે, ભારતમાં નહીં. તેમણે ગેરકાયદે ધર્મસ્થાનો અને મદરેસાઓ સામે કાર્યવાહીની માંગ કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button