નેશનલ

Mahakumbh 2025 : મહાકુંભમા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો, કયુઆર કોડ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરાયો

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી યોજાનારા મહાકુંભને(Mahakumbh 2025)લઈને આખરી તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. તેમજ વહીવટી અને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આ મહાકુંભની અંદાજે 40 કરોડ લોકો મુલાકાત લેવાની અપેક્ષા છે. જોકે, મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકુંભને QR કોડ દ્વારા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરવામાં આવ્યું છે. યુપી સરકારે વિવિધ સ્થળોએ QR કોડ સ્કેનર લગાડ્યા છે. જેમાં લાલ QR કોડમાં કટોકટી સેવાઓની માહિતી, વાદળી QR કોડમાં રહેઠાણ અને આહારની માહિતી અને લીલા QR કોડમાં મેળાના વહીવટની માહિતી ઉપલબ્ધ હશે.

જ્યારે યુપીની યોગી સરકારની સિદ્ધિઓ વિશેની માહિતી નારંગી રંગના QR કોડમાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત એઆઇનો પણ ઉપયોગ કરવામાં આવશે. જેમાં એક્વેરિયસ આસિસ્ટન્ટ ચેટબોટ માટે સફેદ કે રંગ વગરના QR કોડ સ્કેન કરી શકાય છે.

આ પણ વાંચો: મહાકુંભ 2025: કેટલો અઘરો છે કલ્પવાસ, ક્યા નિયમોનું કરવું પડે છે પાલન, જાણો વિગતવાર

માહિતી વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર પણ ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા મેળાની એક વેબસાઇટ પણ બનાવવામાં આવી હતી જેમાં તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. વેબસાઇટની મુલાકાત લઈને પણ માહિતી મેળવી શકાશે. તેમજ વહીવટીતંત્રે એક વોટ્સએપ નંબર પણ આપ્યો છે. આ નંબર પર નમસ્તે મોકલીને તમારા કાર્ય વિશે માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત મેળામાં વિવિધ સ્થળોએ સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. જો કોઈને કોઈ સમસ્યા હોય તો વહીવટી અધિકારીઓનો પણ સંપર્ક કરી શકાય છે.

આ વખતે કુંભ મેળો અદ્ભુત રહેશે

જ્યારે મિશ્રી મઠ હરિદ્વારે કહ્યું કે યોગી સરકાર કુંભને ભવ્ય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે જે હવે બધાને દેખાય છે. પહેલાની સરખામણીમાં આ વખતે કુંભ ખૂબ જ અદ્ભુત રહેશે જે ઇતિહાસના પાનામાં લખાશે. સનાતન ધર્મ અને વ્યવસ્થા સર્વોચ્ચ છે અને રહેશે.

આ પણ વાંચો: Mahakumbh 2025: સીએમ યોગી આદિત્યનાથે પીએમ મોદીને પાઠવ્યું પ્રયાગરાજના મહાકુંભ મેળાનું આમંત્રણ…

મહાકુંભનો 13 જાન્યુઆરીથી પ્રારંભ

પ્રયાગરાજ મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. સીએમ યોગીએ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કુંભમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. મેળામાં લાખો લોકો આવે તેવી અપેક્ષા છે. સરકારે શ્રદ્ધાળુઓ માટે ઘણી ખાસ વ્યવસ્થાઓ કરી છે. મોટી સંખ્યામાં પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button